Thursday, April 11, 2024
Google search engine
HomeNationalફૂલ સ્પીડમાં ગાડી અથડાઈ, કારની હાલત જોઈ પોલીસ પણ કંપી ઊઠી!

ફૂલ સ્પીડમાં ગાડી અથડાઈ, કારની હાલત જોઈ પોલીસ પણ કંપી ઊઠી!

જબલપુરઃ જબલપુરમાં બપોરે સવા 2 વાગે ભીષણ અકસ્માતમાં કારના ભુક્કા બોલાયા હતા. ઝડપી ગતિથી આવતી કાર રોડ પર ઉભી રહેલી ટ્રકમાં ધસી ગઈ હતી. જેમાં સિહોરા નિવાસી 24 વર્ષીય યુવકનું મોત થયું હતું. પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે.

પનાગર ટીઆઈ આરકે સોનીએ જણાવ્યું કે, સિહોરાના વોર્ડ નંબર 10 નિવાસી અનિકેત ઉર્ફ ચીનુ વાસુદેવ કારથી જબલપુર આવી રહ્યો હતો. તેની સિહોરામાં ટ્રેક્ટરની એજન્સી છે. બપોરે તે કુસમેર બાયપાસ પર પહોંચ્યો હતો. ત્યાં રોડ કિનારે ઉભેલી ટ્રકમાં ગાડી ધસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો ભુક્કો બોલાયો હતો. અનિકેતનો મૃતદેહના પણ ટુકડા થયા હતા.

અકસ્માત બાદ લોકોની ભીડ જમા થઈ હતી. સૂચના મળતા પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે ટ્રક ડ્રાઈરની ધરપકડ કરી હતી. કારના રજીસ્ટ્રેશન અને મોબાઈલથી અનિકેતની ઓળખ થઈ હતી. પોલીસની સૂચના મળવા પર પરિવારજનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

2 ભાઈઓમાં અનિકેત મોટો ભાઈ હતો. તેનો નાનો ભાઈ શ્રેય વાસુદેવ છે. પિતા કૈલાશ પંજાબી છે, અકસ્માતની જાણ ઘરે થતા જ પિતાને સૌથીમોટો આઘાત લાગ્યો હતો. આ ઘટનામાં પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ રોડ પર બેદરકારી પૂર્વક ટ્રક ઉભી રાખવાનો આરોપ લગાવતા ફરિયાદ નોંધી છે.

આ અકસ્માત પહેલા જ ચરગવાં વિસ્તારમાં એક કારની અડફેટે આવતા 3 પ્રાણીઓના મોત થયા હતા. પોલીસે આ મામલે કારમાં સવાર 3 લોકોના નામ સરનામા નોંધી તેમને જવા દીધા હતા.

RELATED ARTICLES

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page