Saturday, April 13, 2024
Google search engine
HomeFeature Rightવેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીએ પકડ્યો સ્ટીવ સ્મિથનો જોરદાર કેચ, જુઓ જબરદસ્ત કેચનો...

વેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીએ પકડ્યો સ્ટીવ સ્મિથનો જોરદાર કેચ, જુઓ જબરદસ્ત કેચનો વીડિયો

નવી દિલ્હીઃ નોટિંઘમમાં વર્લ્ડ કપ 2019ની 10મી મેચમાં વેસ્ટઈન્ડીઝ સામે ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાઈ હતી જેમાં સ્ટીવ સ્મિથે જોરદાર પ્રદર્શન કર્યું હતું અને પોતાની ટીમને સંકટમાંથી બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેનો કેચ ઓશાને થોમસના બોલ પર શેલ્ડન કોટરેલે ઝડપી પાડ્યો હતો. જેને ટુર્નામેન્ટનો અત્યાર સુધીનો સૌથી શાનદાર કેચ ગણવામાં આવી રહ્યો છે.


એક સમયે ઓસ્ટ્રેલિયાની 79 રનમાં 5 વિકેટ પડી હતી પરંતુ સ્મિથે સારી બેટિંગ કરી અને ટીમને 200 રનની પાર પહોંચાડી હતી. ચોથા નંબરે બેટિંગ કરવા ઉતરેલો સ્મિથ 249 રનના સ્કોર પર 7મી વિકેટ પડી હતી. 45મી ઓવરના બીજા બોલ પર સ્મિથનો કેચ કોટરેલે ઝડપી પાડ્યો હતો. સ્મિથે બેકવર્ડ સ્કવાયર લેગ સાઈડમાં શોટ રમ્યો હતો જેને દોડીને એક હાથે કોટરેલે કેચ કરી સ્મિથને આઉટ કર્યો હતો.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page