Friday, September 29, 2023
Google search engine
HomeNational12 વર્ષ પહેલા પૈસા નહોતા તો ફ્રીમાં આપી હતી મગફળી, હવે પરિવારે...

12 વર્ષ પહેલા પૈસા નહોતા તો ફ્રીમાં આપી હતી મગફળી, હવે પરિવારે અમેરિકાથી આવી ઉધારી ચૂકવી

માનવતો એક અદભુત કિસ્સો સામે આવ્યો છે. 12 વર્ષ પહેલાં એક પરિવાર રોડ પર ગરીબ લારીવાળા પાસે મગફળી ખરીદવા ગયો હતો. પણ પરિવાર પોતાનું પાકિટ ભૂલી ગયો હતો.જોકે ગરીબલારીવાળાએ ઉદારતા દેખાડી પરિવારને ફ્રીમાં મગફળી આપી દીઘી હતી. પરિવાર ત્યાર બાદ અમેરિકા ચાલ્યો ગયો હતો. જોકે હવે 12 વર્ષ બાદ પરિવારના દીકરા-દીકરીએ વતન આવી મગફળીવાળીને શોધી ઉધારી ચૂકવી હતી.

10 વર્ષ પહેલા નેનામી પ્રણવ અને તેની સુચિતા પોતાના પિતા સાથે મોહન સાથે આંધ્રપ્રદેશના યુ કોથાપલ્લી બીચ પર ફરવા ગયા હતા. જ્યાં તેમણે સતૈયા નામના મગફળીવાળા પાસેથી મગફળી ખરીદી હતી. જોકે ત્યારે જ બાળકોના પિતા મોહનને ખબર પડી કે તે તેનું પાકિટ ઘરે ભૂલી ગયા છે, તેમની પાસે મગફળીવાળાને આપવા માટે પૈસા નહોતા.

બાળકોને મગફળી ખાવી હોવાથી સતૈયા નામના મગફળીવાળાએ કોઈ પણ હિચકિચાટ વગર ફ્રીમાં આપી દીધી હતી. પણ મોહને વાયદો કર્યો હતો કે ટૂંક સમયમાં તેમની ઉધારી ચૂકી દેશ અને સાથે તેમણે મગફળવાળા સતૈયાનો એક ફોટો પણ પાડી લીધો હતો. જોકે સંજોગોવાત તેઓ થોડા સમયમાં ઉધારી ચૂકવવાનો વાયદો પૂરો કરી શક્યા નહોતા, કેમ તે મોહન અને તેનો પરિવાર એનઆરઆઈ હતા અને થોડા સમય પછી તેઓ અમેરિકા જવા નીકળી ગયા હતા.

પણ હવે જ્યારે 12 વર્ષ બાદ મોહનનો દીકરો નેનામી અને દીકરી સુચિતા ભારત પાછા આવ્યા તો તેમને જૂનો વાયદો આવ્યો હતો. ભાઈ-બહેને આંધ્રપ્રદેશના બીચ પર મગફળીવાળાને શોધીને ઉધારી ચૂકવી દીધી હતી. તેમના પિતા મોહન પણ મગફળીવાળાને પૈસા ચૂકવવવા માટે ખૂબ ઉત્સાહી હતા. એટલા માટે તેમણે મગફળીવાળાની શોધ માટે કાકીનાડાના ધારાસભ્ય ચંદ્રશેખર રેડ્ડીની મદદ લીધી હતી.

મોહનના આગ્રહના કારણે ધારાસભ્યે તરત ફેસબૂક પર સત્તૈયાની શોધ કરવા માટેની એક પોસ્ટ કરી. ત્યારે પછી કેટલાક લોકો ધારાભ્યના પીએ પાસે આવ્યા હતા અને કહ્યું કે મગફળીવાળો સત્તૈયા હવે આ દુનિયમાં નથી. જેથી નેમાની અને સુચિતાએ તેમના પરિવારને 25 હજાર રૂપિયા આપી ઋણ ચૂકવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page