Tuesday, April 9, 2024
Google search engine
HomeInternationalઅમેરિકામાં કિર્તીદાને એવી તો મોજ કરાવી કે ડૉલરના થપ્પે થપ્પા ઉડ્યા

અમેરિકામાં કિર્તીદાને એવી તો મોજ કરાવી કે ડૉલરના થપ્પે થપ્પા ઉડ્યા

ગુજરાત લોકગાયકોની ભૂમિ રહી છે. ગુજરાતના અનેક મહાન લોકગાયકો અને કલાકારો આ ધરતી પર પૈદા થયા છે. ત્યારે લોક લાડીલા કિર્તીદાનના ડાયરાઓમાં રૂપિયાનો વરસાદ હવે સામાન્ય વાત બની ગઈ છે. કોરોના મહામારી બાદ વિદેશની ધરતી પર કિર્તીદાન ગઢવીએ ધૂમ મચાવી દીધી છે.

હાલ જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી અમેરિકામાં છે અને ગુજરાતીઓને ગરબાની મોજ કરાવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર કિર્તીદાન ગઢવીના ગરબામાં અમેરિકામાં ડોલર ઉડ્યા છે. કિર્તીદાન ગઢવીએ હાલ સોશિયલ મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શૅર કર્યા છે.

કિર્તીદાન ગઢવી હાલ અમેરિકાના પ્રવાસે
આ વિશે મળતી માહિતી પ્રમાણે USAનાએક કાર્યક્રમમાં ગુજરાતીઓ સહીત ભારતીયોને કિર્તીદાન ગઢવીએ ગરબામાં રમઝટ બોલાવી દીધી છે. ત્યારે કિર્તીદાનના કંઠે ગવાયેલા ગીત અને ગરબામાં ડોલરનો વરસાદ થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. કિર્તીદાન ચાલું વર્ષે નવરાત્રી USAની ભૂમિ પર સતત અલગ અલગ સીટીમાં ગરબા મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે.કિર્તીદાન ગઢવીએ અમેરિકામાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં રમઝટ બોલાવી હતી કિર્તીદાન ગઢવી હાલ અમેરિકાના પ્રવાસે છે.

ગુજરાતીઓ મન મૂકીને રાસગરબા કર્યા હતા
થોડા સમય પહેલા એટલે નવરાત્રિ પહેલા અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં ગુજરાતીઓ મન મૂકીને રાસગરબા કર્યા હતા. જેમાં કિર્તીદાનના ગરબાની રમઝટમાં ડોલર ઉડ્યા હતા. ત્યારબાદ લોકગાયક કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શૅર કર્યા હતા.

અમેરિકાના શિકાગોમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કિર્તીદાનને બોલાવવામાં આવ્યા હતા, જ્યાં ગુજરાતીઓએ ડોલરનો વરસાદ કરાયો હતો.

અત્રે નોંધનીય છે કે, કિર્તિદાનનો પહેલો શો અમેરિકાના શિકાગોમાં થયો હતો. ત્યારબાદ તેઓ ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી વગેરે જગ્યાએ શો યોજશે તેવું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! ? Dive into this thrilling experience of knowledge and let your mind roam! ? Don’t just explore, savor the excitement! ? Your brain will be grateful for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page