Friday, April 12, 2024
Google search engine
HomeNationalબે હાથ નથી, છતાં મમ્મી રાજકુંવરીને જેમ ઉછરી રહી છે દીકરીને

બે હાથ નથી, છતાં મમ્મી રાજકુંવરીને જેમ ઉછરી રહી છે દીકરીને

એક મા દુનિયાની સૌથી શક્તિશાળી મહિલા હોય છે. તેની આ શક્તિ ત્યારે વધી જાય છે જ્યારે વાત પોતાના બાળકોની સારસંભાળ, સુરક્ષા અને સારા ભવિષ્યની હોય છે. મા પોતાના દુખદર્દ અને તકલીફો છીપાવવા માટે બાળકોની ખુશીનું ધ્યાન રાખે છે. એવામાં આજે અમે તમને એક એવી મા સાથે મળાવી રહ્યા છીએ જે અપૂર્ણ હોવા છતાં પણ પૂર્ણ છે. આ માને જોઈ તમને જીવનની ખૂબ જ મોટી શીખ મળશે. તમને જાણવા મળશે કે, સપનાની ઉડાન ભરવા માટે પાંખો હોવી જરૂરી નથી. આ ઉડાન તમારા આત્મવિશ્વાસથી ભરી શકાય છે.

અમે તમને આજે જે સાહસી માની વાત કરી રહ્યા છીએ તેનું નામ સારાહ તલ્બી છે. સારાહ જ્યારે જન્મી ત્યારથી તેના બે હાથ નથી. પણ તેને પોતાની જિંદગીથી હાર માની નહીં અને તે મહેનત અને ધગશથી આગળ વધતી રહી હતી. તેના કારણે તે આજે એક સામાન્ય મહિલાની જેમ જિંદગી જીવી રહી છે. એટલું જ નહીં તે પોતાના કરિયર અને પારિવારીક લાઇફમાં પણ શાનદાર રીતે જીવી રહી છે.

સારાહ બંને હાથ ના હોવા છતાં પણ આત્મનિર્ભર છે. તે ઘરના દરેક કામ કરે છે. એટલું જ નહીં પોતાની પરી જેવી દીકરીની પણ સારસંભાળ સારી રીતે રાખે છે. સારાહ તલ્બી બેલ્જિયમમાં રહે છે. તે 38 વર્ષની છે. બાળપણમાં તેમના હાથ ના હોવાને લીધે દરેક કામ પગથી કરતાં જ શીખ્યા હતાં.

સારાહ પોતાનું અને પરિવારનું પણ જમવાનું બનાવી લે છે. કોમ્પ્યુટર પણ ચલાવવામાં માહેર છે. સૌથી ખાસ વાત છે કે, તેમને પોતાના હાથ ન હોવાનું ક્યારેય દુખ થતું નથી. ભગવાને તેમને જેવા બનાવ્યા છે તેમાં તે ખુશ છે. સમયની સાથે તેમના પગ હાથ બની ગયા છે. તે પોતાના પગથી દરેક કામ કરી લે છે જે હાથથી કરતી હતી. ત્યાં સુધી કે, વાળ સૂકાવવા, શાકભાજી કાપવા સહિતના કામ તે પોતાના પગેથી જ કરે છે.

સારાહને 2 વર્ષની દીકરી છે. તે પોતાની દીકરીનું પણ સારી રીતે ધ્યાન રાખે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની અંગત જિંદગી સાથે જોડાયેલાં ઘણાં ફોટો શેર કરતી રહે છે. સારાજ હવે ઘણાં લોકો માટે પ્રેરણા બની ગઈ છે. તેમને જોઈને બીજા લોકેને પોતાની લાઇફમાં લડવાની હિંમત મળે છે.

સારાહે પોતાના મા બનવા અંગે કહ્યું કે, ‘હું એક દિવ્યાંગ છું, પરણ પછી મને એક બાળકીની મા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ મારા માટે ખુશીની વાત છે. હું પોતાની દીકરીનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખું છું. મારા પગ દ્વારા તેના માટે ખાવાનું બનાવું છું. લાઇફમાં ઘણી મુશ્કેલી આવતી રહે છે. આપણે તેનાથી ડરવું જોઈએ નહીં. પણ આ સમસ્યાઓનો સામનો કરવો જોઈએ.’

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of endless possibilities! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities ? into this thrilling experience of imagination and let your imagination fly! ? Don’t just read, immerse yourself in the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page