Friday, April 12, 2024
Google search engine
HomeNationalએક જ કાર..એક જ તારીખ ને એક જ જગ્યાએથી વારંવાર ચોરી થઈ...

એક જ કાર..એક જ તારીખ ને એક જ જગ્યાએથી વારંવાર ચોરી થઈ રહી છે આ કાર, પોલીસ પણ ચકરાઈ

દેશની રાજધાની દિલ્હીની એક કાર ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેને લઈને કાર માલિકથી વધારે પોલીસ હેરાન થઈ ગઈ છે. એક જ કાર, એક જ વિસ્તાર અને એક જ તારીખના દિવસે વારંવાર ચોરી થઈ રહી છે. પોલીસે આ સમગ્ર ઘટના અંગે સીસીટીવી ચેક કર્યાં હતાં ત્યાર બાદ ચોર સુધી પહોંચવાના પ્રયત્નો કરી રહી છે.

જોકે આ ચોંકાવનારી ઘટના દિલ્હીના મુખર્જી નગર વિસ્તારની છે. કાર માલિકનું નામ આરતી ખન્ના છે. તેણે પોતાની કાર ચોરી હોવાની પોલીસ ફરિયાદ રવિવારે કરી હતી. તેને ખબર નહોતી કે તેની કાર વારંવાર કેમ ચોરી થઈ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, તારીખ અને સમય પણ એક જ હોય છે. દિલ્હી પોલીસના અધિકારીઓનું કહેવું છે કે, જલ્દી આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. પરંતુ એકવાર સમજમાં આવતી નથી કે આજ કારને નિશાન બનાવવા પાછળ કોઈ ખાસ કારણ તો નથી ને?

તમને જણાવી દઈએ કે, આરતી ખન્નાની આ કાર 10 જાન્યુઆરી 2021માં ચોરી થઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળતું હતું કે ચોરે સવારે 4:49 મીનિટ પર કાર ચોરી કરી હતી. ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે, એક સ્લેટી રંગની કાર પાર્કિંગમાં ઉભી ત્રણ કારોની સામે ઉભી હતી. થોડાવાર પછી કારમાંથી ચોર ઉતરતાં જોવા મળ્યા હતાં અને સ્ટેટી રંગની કારની ચોરી કરીને ભાગી ગયા હતાં.

કાર માલિક આરતી ખન્નાએ તેની ફરિયાદ દિલ્હી પોલીસને કરી હતી. બહુ શોધખોળ બાદ પોલીસે આ કારને લગભગ ઘટનાના એક મહિના બાદ ચોરોની પાસેથી મળી હતી. એટલું જ નહીં પોલીસે આ ચોર ગેંગને કડકથી પૂછપરછ કરી તો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો જેમાં અનેક કારો ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે પણ તમામ ગાડીઓ શોધીને માલિકો સુધી પહોંચાડી હતી.

હવે ચોંકાવનારી વાત એ છે કે, એક વર્ષ બાદ આરતી ખન્નાની તે જ કાર ફરીથી ચોરી થઈ ગઈ છે. ચોરોએ હવે એક વર્ષ બાદ તે જ જગ્યાએથી તે તારીખના એક દિવસ પહેલાં જ તે જ અંદાજમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો.

હવે જે સીસીટીવી સામે આવ્યા છે તે 9 જાન્યુઆરી 2022ના રોજ રાતે 2:59 મીનિટનો છે. એક સફેદ રંગની કાર આવે છે અને પાર્કિંગમાં ઉભી રહે છે પછી તેમાંથી શખ્સો નીચે ઉતરે છે અને કાર ચોરીને રફૂચક્કર થઈ જાય છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. Incredible, you’ve knocked it out of the park this time! Your effort and creativity are truly commendable of this content. I couldn’t resist expressing my gratitude for producing such outstanding content with us. You are incredibly talented and dedicated. Keep up the excellent work! ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page