સોનાની ઈંટો અને નોટો ભરેલી બેગો જોઈને તાલિબાનીઓ નાચવા લાગ્યા

International

પંજશીરઃ અફઘાનિસ્તાનના પંજશીરને છોડીને આખા દેશ પર તાલિબાનનો કબજો છે. આ દરમિયાન તાલિબાની નેતાનો એક વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો છે. વીડિયો શૅર કરીને દાવો કરવામાં આવ્યો છે કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહના ઘરે દરોડા દરમિયાન કરોડો રૂપિયા તથા સોનાની ઇંટો મળી આવી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, સાલેહના ઘર પર તાલિબાનીઓએ હુમલો કર્યો હતો. આ દરમિયાન ઘરમાંથી 65 લાખ ડોલર (અંદાજે 48 કરોડ રૂપિયા) મળ્યા હતા.

આ સાથે જ તાલિબાને કહ્યું હતું કે હુમલા દરમિયાન 18 સોનાની ઇંટ પણ મળી આવી છે. અન્ય કિંમતી સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. સો.મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં તાલિબાનીઓ હાથમાં ડોલરના બંડલ પકડીને જોવા મળે છે. આ સાથે જ સોનાની ઈંટો પણ છે.

તાલિબાને છ સપ્ટેમ્બરના રોજ પંજશીરમાં ગર્વનર ઓફિસ પર પોતાનો ઝંડો ફરકાવ્યો હતો. તાલિબાને કહ્યું હતું કે અફઘાનિસ્તાનને તેમણે પૂરી રીતે જીતી લીધું છે.

તાલિબાનના દાવાથી તદ્દન ઊલટું અમરુલ્લા સાલેહ તથા અહમદ મૂસદના રહેઠાણની ખબર નથી. સાલેહે છેલ્લે 3 સપ્ટેમ્બરના રોજ એક ટ્વીટ કરી હતી અને કહ્યું હતું કે વિરોધ ચાલુ રહેશે. તે પોતાની ધરતીની સાથે, ધરતી માટે તેની ગરિમાની રક્ષા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *