Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodઅક્ષય કુમાર હોય કે પછી શાહરુખ ખાન, ફિલ્મ સાઈન કરતાં પહેલાં મૂકે...

અક્ષય કુમાર હોય કે પછી શાહરુખ ખાન, ફિલ્મ સાઈન કરતાં પહેલાં મૂકે છે ચિત્ર વિચિત્ર શરતો

મુંબઈઃ બોલિવૂડમાં ઘણા કલાકાર એવા છે જે ફિલ્મ્સ પોતાની શરતો સાથે જ કરતા હોય છે. કોઈપણ ફિલ્મ સાઈન કરતા પહેલા બોલિવૂડ સેલેબ્સ મેકર્સને પોતાની તમામ શરતો જણાવી દેતા હોય છે. આ ઉપરાંત સેલેબ્સ ધ્યાન રાખે છે કે તેમની શરત અનુસાર કામ થાય છે કે નહીં. અક્ષય કુમાર, રીતિક રોશન જેવા સુપર સ્ટાર્સની અલગ-અલગ શરતો વિશે અમે અહીં જણાવી રહ્યાં છીએ.

અક્ષય કુમાર
બોલિવૂડના ખેલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમાર પોતાની શિસ્ત અને વ્યસ્ત શેડ્યુલને કારણે જાણીતો છે. અક્ષય કુમાર પોતાની ફિલ્મ્સનું શૂટિંગ ફટાફટ પૂર્ણ કરવા માટે જાણીતો છે. વર્ષ 1991માં પોતાની ફિલ્મી કરિયરનો પ્રારંભ કર્યો હતો. અક્ષયે પોતાના કામ થકી સુપરસ્ટારનો દરજ્જો મેળવ્યો. અક્ષય કુમારના કોન્ટ્રાક્ટ અનુસાર, તે રવિવારે ફિલ્મની શૂટિંગ નથી કરતો. ખેલાડી કુમાર રવિવારે પોતાનો સંપૂર્ણ દિવસ પરિવાર સાથે પસાર કરવાનું પસંદ કરે છે.

રિતિક રોશન
રિતિક રોશન બોલિવૂડના સૌથી હેન્ડસમ એક્ટર મનાય છે. આ ઉપરાંત તે વિશ્વના સૌથી હેન્ડસમ પુરુષોની યાદીમાં ત્રીજા ક્રમે રહી ચૂક્યો છે. ગત 20 વર્ષોથી રીતિક રોશન હિન્દી સિનેમામાં કામ કરી રહ્યો છે. વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરતા રિતિક ઘણી હિટ ફિલ્મ્સ કરી ચૂક્યો છે. રિતિકના કોન્ટ્રાક્ટમાં લખવામા આવ્યું છે કે, જો શૂટના નક્કી કરેલ ટાઈમથી વધુ દિવસ લેવાશે તો દિવસ પ્રમાણે તેમની ફીમાં પણ વધારો થતો રહેશે.

શાહરૂખ ખાન
બોલિવૂડના કિંગ ખાન તરીકે લોકપ્રિય શાહરૂખ ખાન 28 વર્ષથી ફિલ્મ્સ સાથે જોડાયેલા છે. શાહરૂખે પોતાની ફિલ્મી કરિયરનો પ્રારંભ 1992ની ફિલ્મ ‘દિવાના’થી કરી હતી. આ ફિલ્મમાં દિવ્યા ભારતી અને રિષી કપૂર જેવા સ્ટાર્સ હતા. શાહરૂખ અંગે એવું કહેવાય છે કે, તેને ઘોડે સવારીથી ડર લાગે છે અને આ જ કારણે તેણે પોતાના કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે- તે ફિલ્મમાં ઘોડે સવારી નહીં કરે.

સલમાન ખાન
બોલિવૂડ એક્ટર સલમાન ખાન 32 વર્ષથી હિન્દી ફિલ્મ્સમાં કામ કરી રહ્યો છે. તેણે 1988માં પોતાના ફિલ્મી કરિયરનો ‘મેને પ્યાર કિયા’ થકી કરી હતી. તેની પ્રથમ ફિલ્મ સુપરહિટ રહી હતી. જે પછી તે ઘણી હિટ ફિલ્મ્સ આપી ચૂક્યો છે. સલમાનના કોન્ટ્રાક્ટની વાત કરીએ તો તેણે કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે, તે ફિલ્મ્સમાં કિસિંગ સીન નહીં કરે.

સની લિયોની
સની લિયોની અગાઉ પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી. પોર્ન ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ થયા બાદ તેણે આ ઈન્ડસ્ટ્રી છોડી દીધી. વર્ષ 2012માં તે બોલિવૂડ ફિલ્મ્સમાં કામ કરતી થઈ. તે અત્યારસુધીમાં ઘણી ફિલ્મ્સમાં કામ કરી ચૂકી છે. સનીએ પોતાના કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે, તે ફિલ્મ્સમાં કિસિંગ સીન નહીં કરે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #MindBlown Embark into this thrilling experience of knowledge and let your imagination soar! ? Don’t just enjoy, savor the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the realms of discovery! ?

  2. I played on this gambling website and managed a substantial sum of money, but eventually, my mother fell sick, and I wanted to withdraw some earnings from my balance. Unfortunately, I encountered difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother died due to this casino site. I implore for your help in reporting this site. Please help me to achieve justice, so that others won’t face the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #AdventureAwaits Embark into this cosmic journey of imagination and let your thoughts fly! ✨ Don’t just read, experience the thrill! ? Your brain will be grateful for this exciting journey through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page