સોનલ પઢિયાર, અમદાવાદઃ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા લોકોને આમ તો ઈન્સ્ટાગ્રામ વિશે ખબર જ હશે. દરેક યુઝર પોતાની પસંદ અને રસના વિષયવાળા પેજ ફોલો કરતા હોય છે. બાકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જેમ ઈન્સ્ટાગ્રામ પણ તમારા ઈન્ટ્રેસ્ટ પ્રમાણેના અકાઉન્ટ્સ કે પેજ બતાડતું રહે છે જેને તમે ગમે ત્યારે ફોલો કરી શકો. જોકે, એક જેવા વિષય અને વસ્તુવાળાં સેંકડો-હજારો અકાઉન્ટ્સ જોઈને ઘણાં લોકો મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે અને ઘણી વાર ખરેખર રસપ્રદ અપડેટ્સ ચૂકી જતા હોય છે. અહીંયા વાત કરીશું ઈન્સ્ટાગ્રામ પર મિલિયન્સ ઓફ ફોલોઅર્સ ધરાવતા 4 ઈન્ડિયન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટસની જે દિવસભર તમને એન્ટરટેનમેન્ટની સાથે ઈન્ફોર્મેશન આપતા રહે છે.
1. Viral Bhayani
વિરલ ભયાની મુંબઈમાં કામ કરતા એક ફોટો જર્નાલિસ્ટ છે. બોલિવૂડના દરેક જૂના-નવા સિતારાઓની રોજીંદા જીવનની અપડેટ્સ સાથે તેઓ ઘણી બોલિવૂડની ઈનસાઈડ ઈન્ફોર્મેશન પણ શેર કરતા હોય છે. ક્યારેક બોલિવૂડ સેલિબ્રિટિઝ સાથેના તેમના અનુભવો પણ લખે છે. ફિલ્મી સિતારાઓ પણ વિરલને ખૂબ જ પસંદ કરે છે. હાલમાં જ વિરલના ફોલોઅર્સની સંખ્યા 1 મિલિયન પહોંચતા ઘણા બધા બોલિવૂડ સ્ટાર્સે તેને ખાસ વિશ આપતા વીડિયો મેસેજ મોકલ્યા હતાં. મુંબઈ પાપારેઝીમાં વિરલ ભયાનીનું નામ ઘણું લોકપ્રિય છે. બોલિવૂડના મોટાભાગના સ્ટાર્સ વિરલ ભયાનીને ફોલો કરે છે.
2. Humans of Bombay (officialhumansofbombay)
હ્યુમન્સ ઓફ બોમ્બે નામના એક કમ્યુનિટી ઓર્ગેનાઈઝેશનનું આ ઈન્ટ્રાગ્રામ અકાઉન્ટ ખૂબ જ લોકપ્રિય બન્યુ છે. 2010માં એક સ્ટ્રિટ ફોટોગ્રાફી પ્રોજેક્ટ સાથે શરૂ થયેલી આ પહેલ લોકોને ખૂબ જ પસંદ આવી. હવે સ્ટોરી ટેલર્સની એક આખી ટીમ આ પહેલ સાથે કામ કરે છે અને વન સ્ટોરી એટ એ ટાઈમ સ્લોગન સાથે દરેક વ્યક્તિની આગવી તેમ છતાં પોતાની લાગતી કહાની શેર કરે છે. આ અકાઉન્ટ પર તમને ગરીબ, સામાન્ય મધ્યમ વર્ગ અને એલિટ ક્લાસ એમ બધા જ વર્ગના અલગ અલગ વ્યક્તિઓના જીવનની કહાની જાણવા મળે છે. રસ્તા પર ભીખ માંગતા બાળકની કહાની હોય કે અનિલ કપૂરની રિઅલ લાઈફ લવસ્ટોરી હોય, આ અકાઉન્ટ પર દરરોજ એક રસપ્રદ, પ્રેરણાદાયી અને વાસ્તવિક કહાની શેર કરાય છે. મોટાભાગે મુંબઈ (બોમ્બે)માં રહેતા લોકોની વાત હોય છે.
3. Diet Sabya
માર્ચ 2018માં શરૂ થયેલા આ પેજને સોનમ કપૂરથી લઈને આલિયા ભટ્ટ અને બોલિવૂડના દિગ્ગજ ફેશન ડિઝાઈનર્સ ફોલો કરે છે. જોકે, આ બધા જ લોકો એવી પણ પ્રાર્થના કરતા હોય છે ક્યાંક તેઓ ડાયેટ સબ્યાના શિકાર ન બની જાય. એક અનોનિમસ વ્યક્તિ દ્વારા શરૂ કરાયેલા આ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નકલ કરીને ડિઝાઈન કરતા ડિઝાઈનરની બેખોફ પોલ ખોલવામાં આવે છે. જો તમે ફેશન એન્થુઝિયાસિસ્ટ હોવ કે પછી ડિઝાઈનર ડ્રેસિસ વિશે જાણકારી રાખવા માંગતા હોવ તો આ અકાઉન્ટને જરૂરથી ફોલો કરજો. નિરાશ નહીં થાવ.
4. wordsofworth (Tuheena Raj)
તુહિના રાજ નામની યંગ રાઈટરના મેચ્યોર છતાં એકદમ ફ્રેશ લાગતા વિચારો ઘણા સુંદર હોય છે. જો તમને ફિલોસોફીકલ, સિમ્પલ યેટ મિનિંગફૂલ થોટ્સ વાંચવા ગમતા હોય તો આ વર્ડ્સ ઓફ વર્થ નામનું આ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચોક્કસ ફોલો કરજો.
Nice information.. ??