Tuesday, April 16, 2024
Google search engine
HomeSportsસેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય, ફાઈલનમાં પહોંચવાનું સપનું તૂટ્યું

સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય, ફાઈલનમાં પહોંચવાનું સપનું તૂટ્યું

માનચેસ્ટર: વર્લ્ડકપની પહેલી સેમિફાઈનલમાં ભારતને ન્યુઝીલેન્ડે 18 રનથી હરાવ્યું છે. ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 239 રન કર્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 49.3 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 221 રન જ કરી શકી હતી.

મંગળવારે શરૂ થયેલી મેચમાં વરસાદનું વિઘ્ન આવ્યું હતું. મંગળવારે ફક્ત 46.1 ઓવરની મેચ રમાઈ હતી. જેમાં ન્યુઝીલેન્ડની ટીમ 46.1 ઓવરમાં 6 વિકેટના નુકસાને 211 રન બનાવ્યા હતા. બુધવારે ઇનિંગને આગળ ધપાવતા ન્યુઝીલેન્ડની ટીમે 3.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 28 રન બનાવ્યા હતા. એટલે ન્યુઝીલેન્ડની ટીમે કુલ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 239 રન બનાવ્યા હતા.

240 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત બહુ જ ખરાબ રહી હતી. બીજી જ ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો. ફોર્મમાં ચાલી રહેલો રોહિત શર્મા એક રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ તરત કેપ્ટન કોહલી પણ આઉટ થયો હતો. તેણે પણ એક રન બનાવ્યો હતો. તેને બોલ્ટે એલબીડલબ્યૂ આઉટ કર્યો હતો. ત્યાર બાદ ઓપનિંગ બેટ્સમેન કે એલ રાહુલ પણ એક રન બનાવી પેવેલીયન પરત ફર્યો હતો.

ત્યાર બાદ થોડાં સમય માટે ઋષભ પંત અને દિનેશ કાર્તિકે ઈનિંગને સંભાળી હતી. બંને વચ્ચે 19 રનની ભાગીદારી થઈ હતી. કાર્તિક 6 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર પછી હાર્દિક પંડ્યા અને ઋષભ પંત વચ્ચે 46 રનની ભાગીદારી થઈ હતી. પંત 32 રન બનાવી આઉટ થયો હતો. થોડા સમય બાદ પંડ્યા પણ 32 રન બનાવી પેવેલીયન પરત ફર્યો હતો.

ત્યાર બાદ ધોની અને જાડેજાએ શાનદાર બેટિંગ કરી હતી અને બંને વચ્ચે 116 રનની ભાગીદારી થઈ હતી. જાડેજા 48મી ઓવરમાં 77 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ જીત માટે બે ઓવરમાં 31 રન બનાવવાના હતા, પરંતુ ધોની આગલી જ ઓવરમાં એક છગ્ગો માર્યા બાદ રન આઉટ થયો હતો. પછી ટીમ ઈન્ડિયા પૂરી 50 ઓવર રમી શકી નહોતી અને 49.3 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 221 રન જ બનાવી શકી હતી.

ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ ત્રણ વિકેટ, ટ્રેન્ટ બોલ્ટ અને મિચેલ સેન્ટનરે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે ફર્ગ્યુસન અને નિશમને એક-એક વિકેટ મળી હતી.

ન્યુઝીલેન્ડની ઈનિંગમાં કેપ્ટન કેન વિલિયમસન અન ટેલરની અડધી સદી

ન્યુઝીલેન્ડની શરૂઆત પણ ખરાબ રહી હતી. પણ કેપ્ટન વિલિયમસને 67 રનની મહત્વૂપર્ણ ઇનિંગ રમી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો. આ ઉપરાંત રોસ ટેલરે 74 રન બનાવ્યા હતા. આ સિવાય હેનરી નિકોલસે 28 રન, જેસ્મ નિશમે 12 રન અને કોલિન ગ્રેડહોમે 16 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વરે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ, પંડ્યા, જાડેજા અને ચહલને એક-એક વિકેટ મળી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities ? into this thrilling experience of knowledge and let your thoughts fly! ? Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

  2. I participated on this online casino site and won a significant sum of money, but after some time, my mom fell sick, and I required to take out some earnings from my casino account. Unfortunately, I encountered problems and was unable to complete the withdrawal. Tragically, my mom died due to such casino site. I plead for your assistance in reporting this website. Please assist me to obtain justice, so that others won’t have to face the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page