Saturday, April 13, 2024
Google search engine
HomeFeature Bottomવિરાટ કોહલી અને ઋષભ પંતની મજાક ઉડાવનાર કયા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને ભારે પડ્યું

વિરાટ કોહલી અને ઋષભ પંતની મજાક ઉડાવનાર કયા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને ભારે પડ્યું

મુંબઈ: વેલનેસ કંપની હિમાલયાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને યુવા વિકેટકિપર ઋષભ પંતને હિમાલયા મેન ફેસ કેયર રેન્જના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. આ કરાર અંતર્ગત એક વિજ્ઞાપનમાં આ બંને ખેલાડીઓ કંપનીના પ્રચાર માટેની એક એડમાં ચમકી રહ્યા છે.
જેને મામલે ટીકા કરતાં ઓસ્ટ્રેલિયનના પૂર્વ ક્રિકેટર બ્રેડ હોજની હાલત કફોડી બની છે. કોહલી અને પંતની મજાક કરવી ભારે પડી રહી છે.

કોહલીના ફેન્સ સોશિયલ મીડિયા પર બ્રેડ હોજની બરોબરની ખેંચી રહ્યા છે. વિદેશી ખેલાડી હોજે કોહલીના કોસ્મેટિક વિજ્ઞાપનને લઈને ટ્વિટ કરી હતી કે, હેરાન છું કે લોકો પૈસા માટે શું શું કરી રહ્યા છે.

ભારતના સ્ટાર બેટ્સમેન કોહલીના ફેન્સને આ વાત ખટકી અને એમણે બ્રેડ હોજને આડે હાથ લેતાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના બોલ ટેમ્પરિંગ મામલાની યાદ અપાવી દીધી હતી. વિરાટ કોહલીના પ્રશંસકે હોજને ટ્વિટમાં વળતો જવાબ આપતાં લખ્યું હતું કે, બીજા કેટલાંક ખેલાડીઓ પૈસા બનાવવા માટે સેન્ડપેપરનો ઉપયોગ કરે છે.

એક યૂઝરે તો ટ્વિટમાં લખ્યું હતું કે, એમના અંગે વાત ન કરો કારણ કે તમે તો સરફરાજ અહમદની કારકિર્દીની બરોબરીમાં પણ નથી. કોહલીના એક ફેને હોજ સામે હુમલો કરતાં કહ્યું હતું કે, તમારા જેવા કેટલાંક લોકો 42 વર્ષની ઉંમરે પણ પૈસા માટે આઈપીએલ રમવી પસંદ કરો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #AdventureAwaits Embark into this thrilling experience of discovery and let your imagination roam! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page