Saturday, April 20, 2024
Google search engine
HomeBollywoodઅચાનક અનિલ અંબાણીએ ટીના મુનીમને ફોન કરીને તાત્કાલિક બોલાવી હતી ભારત, જાણો...

અચાનક અનિલ અંબાણીએ ટીના મુનીમને ફોન કરીને તાત્કાલિક બોલાવી હતી ભારત, જાણો કેમ

મુંબઈઃ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી હાલમાં તો દેવામાં ડૂબેલા છે. જોકે, તેમનું જીવન ક્યારેય સરળ રહ્યું નહોતું. પછી તે બિઝનેસ હોય કે લવ લાઈફ. જોકે, છેલ્લે અનિલ અંબાણીની લવ સ્ટોરી તો સફળ થઈ હતી. અનિલ અંબાણીએ એક સમયની જાણીતી એક્ટ્રેસ ટીના મુનીમ સાથએ લગ્ન કર્યાં છે.

ધીરુભાઈ અંબાણી તથા કોકિલાબેનને ટીના મુનીમ સહેજ પણ પસંદ નહોતી. તે અનિલ અંબાણીના લગ્ન એક એક્ટ્રેસ સાથે કરાવવા તૈયાર નહોતા. આથી જ બંનેએ પરિવારની મરજીને માન આપીને સંબંધો પૂરા કરી દીધા હતા. જોકે, વર્ષો પછી પણ બંને વચ્ચેનો પ્રેમ ઓછો થયો નહોતો.

લોસ એન્જલસમાં ભૂકંપ આવ્યા બાદ અનિલ અંબાણીએ ચાર વર્ષ પછી ટીના મુનીમનો સંપર્ક કર્યો હતો. ચાર વર્ષમાં અનિલ તથા ટીના વચ્ચે ભાગ્યે જ વાત થઈ હતી. જોકે, આ દરમિયાન અનિલ અંબાણીએ પરિવારને મનાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. જ્યારે અનિલનો પરિવાર ટીનાને મળવા તૈયાર થયો ત્યારે અનિલ અંબાણીએ તાત્કાલિક ટીનાને ભારત બોલાવી હતી.

ટીના ભારત આવ્યાના એક દિવસ બાદ જ અનિલ અંબાણી અચાનક જ એક્ટ્રેસના ઘરે આવી ગયા હતા. અનિલ અંબાણીએ ટીનાની માતા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ વાતનો ઘટસ્ફોટ અનિલ અંબાણીએ સિમી ગરેવાલના શોમાં કર્યો હતો.

ઈન્ટરવ્યૂમાં અનિલ અંબાણીએ કહ્યું હતું કે જ્યારે તે અચાનક જ ટીનાના ઘરે ગયા ત્યારે તેમણે પ્રપોઝ કર્યું હતું. તે સમયે ટીનાની બહેન તથા જીજાજી હાજર હતાં. બંને તેને જોઈને નવાઈમાં મૂકાઈ ગયા હતા. તેમને ખબર નહોતી પડતી કે આખરે આ શું થઈ રહ્યું છે. ટીનાના જીજાજી રૂમની અંદર ગયા હતાં અને સાસુમા (ટીનાની મમ્મી)ને કહ્યું હતું કે અનિલ આવ્યો છે.

વધુમાં અનિલ અંબાણીએ કહ્યું હતું કે ટીનાની માતાને વિશ્વાસ જ થયો નહોતો. જ્યારે પોતાના રૂમમાંથી બહાર આવ્યા ત્યારે સૌ પહેલાં સવાલ કર્યો હતો કે તે સાચે જ ટીનાને પ્રેમ કરે છે. તો અનિલ અંબાણીએ હા પાડી હતી. ત્યારબાદ અનિલે કહ્યું હતું કે આમાં કંઈ જ નવાઈ પમાડવા જેવું નથી. જો તે હજી સુધી નક્કી ના કરી શક્યા હોય કે ટીનાએ આ ઘર છોડવું જોઈએ કે નહીં. જો આ જ વાત હોય તો તેના માટે કંઈ જ શબ્દો નથી.

અનિલે છેલ્લે કહ્યું હતું કે તમે ટીનાને અહીંયા રાખી શકો છો. જોકે, તે ટીના સાથે લગ્ન કરવા બેતાબ છે. આ વાત સાંભળીને ટીનાની માતાને એ વાતનો અહેસાસ થયો કે અનિલ અંબાણીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે આશ્ચર્ય સાથે કહ્યું હતું કે શું? પછી તેમણે ટીનાનો હાથ અનિલ અંબાણીના હાથમાં મૂક્યો હતો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The captivating content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits ? into this exciting adventure of discovery and let your imagination roam! ✨ Don’t just read, savor the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page