Tuesday, April 16, 2024
Google search engine
HomeFeature Bottomવર્લ્ડકપ ઈન્ડિયા જ જીતશે! ધોનીએ 2011ના વર્લ્ડકપ પહેલાં જે કર્યું હતું તેવું...

વર્લ્ડકપ ઈન્ડિયા જ જીતશે! ધોનીએ 2011ના વર્લ્ડકપ પહેલાં જે કર્યું હતું તેવું ફરી કર્યું

લંડન: મહેન્દ્રસિંહ ધોની વર્લ્ડકપ પહેલા જોરદાર ફોર્મમાં છે. જેની સાબિતી તેણે બાંગ્લાદેશ સામેની મેચમાં સદી ફટકારીને આપી દીધી છે. અહીં એક વાત ખાસ છે કે 2011ના વર્લ્ડકપમાં પણ ધોનીએ વોર્મઅપ મેચમાં સદી ફટકારી હતી અને ભારત ચેમ્પિયન બન્યું હતું. તો આ વખતે પણ ભારત ચેમ્પિયન બંને તેવી પ્રબળ આશા ચાહકો સેવી રહ્યા છે.

ધોનીએ મંગળવારે બાંગ્લાદેશ સામે રમાયેલી વોર્મ-અપ મેચમાં 78 બોલમાં 133 રન બનાવ્યા હતા. જેમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ છે. વર્ષ 2011ના વર્લ્ડકપમાં ભારતે બે વોર્મઅપ મેચ રમી હતી અને બંને મેચ જીતી હતી. પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા અને બીજી મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ધોનીએ 64 બોલમાં નૉટઆઉટ 108 રન બનાવ્યા હતા. આ વર્લ્ડકપ ભારતે જીત્યો હતો.

આ વખતે 2019માં પણ ધોનીએ કંઈક આવું જ કર્યુ છે. વોર્મમેચમાં ધોનીના સદી બાદ સોશ્યિલ મીડિયા પર લોકોએ તુક્કા લગાવવાનું શરૂ કરી દીધું છે. સોશ્યિલ મીડિયા પર ચાહકો કહી રહ્યા છે કે જે રીતે 2011ના વર્લ્ડકપની વોર્મઅપ મેચમાં ધોનીએ સદી ફટકારી હતી અને ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીત્યું હતું, એ જ રીતે ધોનીએ 2019ની વોર્મઅપ મેચમાં સદી ફટકારી છે તો ટીમ ઈન્ડિયા 2019નો વર્લ્ડકપ જીતશે.

આમ તો ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતવા માટે સૌથી પ્રબળ દાવેદારોમાંથી એક છે. વિરાટ કોહલી વન-ડે રેન્કિગમાં નંબર વન બેટ્સમેન છે અને બોલિંગમાં ભારતીય બોલર જસપ્રિત બુમરાહ ટોચના સ્થાને છે. તેની સાથે ટોપ ટેનમાં કુલદિપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ જેવા બોલર છે, જે ભારતીય ટીમને ત્રીજી વખત વર્લ્ડકપ જીતાડી શકે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities ? into this cosmic journey of imagination and let your thoughts soar! ✨ Don’t just explore, savor the excitement! ? Your mind will thank you for this exciting journey through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page