Wednesday, April 10, 2024
Google search engine
HomeRecipeવરસાદી માહોલમાં માણો કોથમીરના થેપલા ને ગરમાગરમ ચાની મજા

વરસાદી માહોલમાં માણો કોથમીરના થેપલા ને ગરમાગરમ ચાની મજા

અમદાવાદઃ વરસાદમાં ક્યારેક ક્યારેક શાકભાજી મળતા નથી હોતા. તેવા સમયે જો ઘરમાં કોથમીર પડી હોય તો કોથમીરના થેપલા ને ચા લિજ્જત માણી હોય તો મજા જ આવી જાય. તો આજે આપણે શીખીશું કોથમીરના થેપલાં

સામ્રગીઃ
1.5 કપ ઘંઉનો લોટ
1 નાની ચમચી જીરું પાવડર
1 નાની ચમચી હળદર
1 કપ કોથમીર (બારીક સમારેલી)
આદું-લસણ (બારીક પીસેલું)
2 લીલા મરચા (બારીક પીસેલા)
મીઠું
કાળા મરી પાવડર
તેલ

રીતઃ
1. સૌ પહેલાં કથરોટમાં ઘંઉનો લોટ, જીરું પાવડર, હળદર, કોથમીર, મીઠું, લીલું મરચું, આદું-લસણ, મરી વગેરે મિક્સ કરો.
2. બે ચમચી તેલ નાખીને ધીમે-ધીમે પાણી નાખીને નરમ લોટ બાંધો. 10 મિનિટ સુધી લોટને ઢાંકીને મૂકી રાખો.
3. લોટને બરોબર મસળીને તેલ વાળો કરીને લુવા પાડો.
4. હવે, લુવામાંથી ગોળ-ગોળ થેપલા વણો
5. મધ્ય આંચ પર તવી મૂકીને થેપલાં તેલમાં શેકી લો. થેપલાં ગોલ્ડન બ્રાઉન રંગના બનાવવા.
6. તૈયાર છે કોથમીરના થેપલાં

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Dive into this cosmic journey of knowledge and let your mind roam! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page