Saturday, April 13, 2024
Google search engine
HomeNationalલગ્નના 11માં દિવસે જ સાસરીમાંથી ભાગી ગઈ દુલ્હન, પરિવાર પર આભ ફાટ્યું

લગ્નના 11માં દિવસે જ સાસરીમાંથી ભાગી ગઈ દુલ્હન, પરિવાર પર આભ ફાટ્યું

બાંસવાડાઃ અહીંના એક બેરોજગાર યુવકના લગ્ન નહોતા થઈ રહ્યાં. તેણે કોઈ રીતે દલાલના માધ્યમથી મહારાષ્ટ્રના અહમદનગરની યુવતી સાથે લહ્ન કર્યા હતા. આ માટે યુવકના પરિવારજનોએ દલાલોને સાડા 3 લાખ રૂપિયા આપ્યા હતા. જોકે લગ્નના 10 દિવસ બાદ જ દુલ્હન કંઈપણ માહિતી આપ્યા વગર ભાગી હતી. યુવકના પરિવારજનોએ આ મામલે બાંસવાડા પોલીસની મદદ માંગી છે.

પીડિતોએ જણાવ્યું કે, યુવતી પ્રામાણિક હતી, જો તે પ્રામાણિક ના હોત તો ઘરેથી કંઈપણ લીધા વગર ના જતી. તે કોઈ કિંમતી સામાન લઈને પણ ભાગી શકતી હતી પરંતુ તેણે આમ કર્યું નહીં. 36 વર્ષીય વૈભવ ગુર્જર બેરોજગાર છે.

તેથી સ્થાનિક વિસ્તારોમાં તેના લગ્ન માટે યુવતીઓ મળતી નહોતી. જે પછી વૈભવની માતાએ ભચેડિયાના ભરત પટેલનો સંપર્ક કર્યો હતો. ભરતનું સાસરું મહારાષ્ટ્રના થરોડામા છે. ભરતે સાસરીમાં રહેતા સૂર્યા નામના યુવકને ફોન કર્યો હતો. તેણે એક યુવતી દેખાડી, જે એક ગરીબ પરિવારમાંથી આવે છે તેમ જણાવ્યું હતું.

લગ્ન કરાવવા માટે દલાલે સાડા 3 લાખ રૂપિયાની માગ કરી હતી. જે પછી પહેલા મંદિરમાં ફેરા ફરાવ્યા અને પછી કોર્ટમાં વૈભવના પૂનમ પ્રકાશ સિંદે સાથે કોર્ટ મેરેજ કરાવ્યા હતા. લગ્નના 10 દિવસ બાદ પૂનમ અચાનક ના દેખાતા વૈભવના પરિવારને પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

આ દરમિયાન પૂનમ શિંદેના ગુમ થવા પર વૈભવના પરિવારજનોએ ભચેડિયાના ભરત પટેલનો સંપર્ક કર્યો હતો. તેમણે સૂર્યાનો સંપર્ક કર્યો હતો જેણે કહ્યું કે, જો યુવતી ભાગી હશે તો અહીં પોતાના ઘરે જ આવશે. તે તેને લઈને ત્યાં આવી જશે. જો નહિં આવે તો નક્કી કરેલી રકમમાંથી હશે તેટલા રૂપિયા પરત કરી દેશું. જે પછી સૂર્યાએ ફોન કટ કરી દીધો હતો. હવે પીડિત પરિવાર સાથે ભરત પટેલ પણ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! ? Dive into this cosmic journey of knowledge and let your thoughts roam! ✨ Don’t just read, immerse yourself in the thrill! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page