Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodએક સમયે નેહા કક્કરના પિતા સ્કૂલ આગળ ચલાવતા સમોસાની લારી, આજે દીકરી...

એક સમયે નેહા કક્કરના પિતા સ્કૂલ આગળ ચલાવતા સમોસાની લારી, આજે દીકરી મહિને કમાય છે કરોડો

મુંબઈઃ ‘ઈન્ડિયન આઈડલ 11’ શરૂ થઈ ગયું છે. આ વખતે પણ જજ તરીકે નેહા કક્કર, વિશાલ દદલાની તથા અનુ મલિક છે. હાલમાં શોમા ઓડિશન ચાલી રહ્યાં છે. આ શોને હોસ્ટ આદિત્ય નારાયણ કરે છે. હાલમાં આ જજીસની ફીને લઈ ચર્ચા થવા લાગી છે.

કેટલી છે ફી?

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ શોમાં સૌથી વધારે ફી નેહા કક્કરની છે. એક એપિસોડ દીઠ નેહાને પાંચ લાખ રૂપિયા આપવામાં આવે છે. સામાન્ય રીતે આ શો ત્રણ મહિના ચાલતો હતો. શો શનિ-રવિ એમ બે દિવસ આવે છે. મહિનામાં ચાર શનિવાર ને ચાર રવિવાર હોય છે. એટલે કે મહિનાના નેહા કક્કરને 40 લાખ અને ત્રણ મહિના થઈને એક કરોડ 20 લાખ રૂપિયા મળે છે. ઉલ્લેખનીય છે કે નેહાના પિતા એક સમયે સ્કૂલ આગળ સમોસા વેચતા હતાં. ઘર ચલાવવા માટે નેહાએ બહેન સાથે નાનપણથી ગાવાની શરૂઆત કરી હતી. આજે નેહાની આર્થિક સ્થિતિ ઘણી જ સારી છે અને તેનો પોતાનો બંગલો તથા લક્ઝૂરિયર્સ કાર છે.
વિશાલ દદલાનીને એક એપિસોડ માટે 4.5 લાખ રૂપિયા મળે છે. ત્યારબાદ અનુ મલિકને ચાર લાખ રૂપિયા આપવામા આવે છે. હોસ્ટ આદિત્ય નારાયણને અઢી લાખ રૂપિયા મળે છે.
નેહા રડી પડી હતીઃ શોમાં જ્યારે એક સ્પર્ધક ગીત ગાવા આવ્યો તો તેને જોઈને નેહા રડી પડી હતી. ઓડિશન રાઉન્ડમાં સ્પર્ધક અવિનાશને જોઈને નેહાએ સવાલ કર્યો હતો કે તમારા ચહેરા પર આ નિશાન શેના છે, જેના જવાબમાં અવિનાશે કહ્યું હતું કે તે પોતે આગમાં સળગ્યો હતો. તે જોઈ શકતો નથી. સંજોગો સામે હારીને તેણે સળગી જવાનુ નક્કી કર્યું હતું.
અવિનાશે શોમાં રાહત ફતેહ અલી ખાનનું ગીત તુ ના જાને આસપાસ હૈ ખુદા ગાયું હતું. આ ગીત પૂરું થયું તો નેહા રડવા લાગી હતી. તો વિશાલે કહ્યું હતું કે તેને આજે ખ્યાલ આવ્યો કે આ ગીતનો રિયલ અર્થ શું છે.

નોંધઃ જજીસની ફીના આંકડાની પુષ્ટિ વનગુજરાત કરતું નથી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of imagination and let your imagination fly! ? Don’t just enjoy, immerse yourself in the excitement! ? Your mind will be grateful for this exciting journey through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page