Wednesday, April 17, 2024
Google search engine
HomeInternationalશરમ કરો પાકિસ્તાનીઓ, બેશરમ ભીડે મહિલા પર હુમલો કરીને ગંદી હરકતો કરી

શરમ કરો પાકિસ્તાનીઓ, બેશરમ ભીડે મહિલા પર હુમલો કરીને ગંદી હરકતો કરી

થોડાક દિવસ પહેલાં પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે મીનાર-એ-પાકિસ્તાન પર 400 લોકોએ યુવતી સાથે છેડતી અને જબરદસ્તી કરી હતી. આ ઘટનાના વિરોધમાં ઘણી મહિલાઓએ પ્રદર્શન કર્યું હતું. મીનાર-એ-પાકિસ્તાન પર થયેલી આ દુર્ઘટના અંગે પ્રદર્શન કરનારી એક મહિલા ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિર્માતા અને મલ્ટીમીડિયા પત્રકાર સબીન આગા પણ હતી. પ્રદર્શન કરવા આવેલાં સબીન આગાએ પણ પોતાની સાથે થયેલી છેડતી અંગેની વાત પણ લોકો સામે વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, તેમની સાથે પણ એકવાર એવું જ થયું હતું. તેમને પણ 150 લોકોએ ઘેરીને દુર્વ્યવહાર કર્યો હતો.

સબીન આગા મુજબ તેમની સાથે કરાચીના મઝાર એ કેદમાં આ ઘટના થઈ હતી. તે શૂટિંગ માટે ત્યાં ગઈ હતી અને આ દરમિયાન લોકોએ તેમને ઘેરી લીધી હતી. થોડાક વર્ષ પહેલાં થયેલી આ ઘટના અંગે તેમણે જણાવ્યું કે, તે કોઈ ટિકટોકર અથવા યૂટ્યુબર નથી પણ તે એક પત્રકાર છે. 14 ઓગસ્ટે પાકિસ્તાનમાં ઉજવાતા આઝાદી દિવસને તે કરવ કરવા માટે કરાચીના મઝાર અ શરીફ ગઈ હતી.

તે રિપોર્ટિંગ કરી રહી હતી. તે પોતાની ડ્યૂટીમાં હતી. ત્યારે 100-150 લોકોએ તેમના અને કેમેરામેન પર હુમલો કરી દીધો હતો. તેમના કેમેરામેનનો કેમેરાને ફેંકી દેવામાં આવ્યો હતો. સબીન આગાએ જણાવ્યા મુજબ તેમના શરીરના ઘણાં ભાગને ખોટી રીતે ટચ કરવામાં આવ્યા હતાં. લોકોએ તેમના કપડાં અને દુપટ્ટાને ખોટી રીતે ખેંચ્યા હતાં. આ વચ્ચે એક વ્યક્તિએ તેમના દુપટ્ટાને ગળામાં નાખી મારી નાવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

તેમણે પોતાના અનુભવ વ્યક્ત કરતાં લખ્યું છે કે, ”મને દરેક પ્રકારની અશ્લીલ ગાળો આપવામાં આવી હતી. હું કોઈ રીતે ત્યાંથી નીકળવામાં સફળ રહી હતી. કોઈએ મારો હાથ પકડ્યો અને ગમે તેમ કરી તે સેક્સુઅલી ફ્રસ્ટ્રેટેડ ભીડથી બહાર કાઢી હતી. હું થથરતાં-થથરતાં મઝાર એ કેદ પાસે સ્થિત પોલીસ સ્ટેશનમાં પહોંચી. આ પછી મેં ત્યાં ફરિયાદ કરી હતી.

પોલીસકર્મી બધું જોવા છતાં અજાણ્યા હતાં. જ્યારે મેં તેમને પૂછ્યું કે, તે મદદ કરવા માટે કેમ ના આવ્યા તે તેમણે કહ્યું કે, ”બીબી અમે 4 હતાં અને તે 150… કેવી રીતે રોકી શકેત?” પોલીસકર્મીઓ મને સવાલ કરવાના શરૂ કરી દીધા. ઉલ્લેખનીય છે કે, મઝાર એ કેદ મોહમ્મદ અલી જિન્નાની મઝાર છે. તેને નેશનલ મ્યુઝિયમ પણ કહેવામાં આવે છે.

થોડાંક દિવસ પહેલાં જ મીનાર-એ-પાકિસ્તાન પર 400 લોકોએ એક યુવતી સાથે છેડતી અને જબરદસ્તી કરી હતી. જેમાં એક સિક્યુરિટી ગાર્ડ પણ સામેલ હતો. તો આરોપીઓને પકડવાની જગયાએ પીડિતા પર જ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. કહેવામાં આવ્યું હતું કે, તેને ભીડથી બચવા ભાગવાનો પ્રયત્ન કર્યો નહીં. તેના પર પબ્લિસિટી સ્ટંટનો આરોપ પણ લગાડવામાં આવ્યો છે.

ટીકટોક વીડિયો બનાવવાનો પણ આરોપ પીડિતા પર લગાવવામાં આવી રહ્યો છે. પોલીસે પણ મહિલા પર ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો છે. તો પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીની દીકરી બખ્તાવર ભુટ્ટોએ આ ઘટના પછી સાર્વજનિક સ્થળ પર પુરુષો પર પ્રતિબંધ લગાડવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, મહિલાઓની સુરક્ષા માટે મહિલાઓની તહેનાતી કરવી જોઈએ.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #MindBlown Embark into this exciting adventure of imagination and let your mind soar! ? Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page