કહેવાય છે કે જોડીઓ ઉપરવાળા બનાવે છે. પણ ઘણી વખત આપણને વિચિત્ર જોડીઓ વિશે સાંભળવા મળે છે. આ જોઈને એમ જ લાગે કે આ જોડીને બનાવવામાં ભગવાન પણ કન્ફ્યૂઝ થઈ ગયા હશે. આવો જ એક મામલો હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલાએ પોતાના પતિને ડિવોર્સ આપીને સસરા સાથે લગ્ન કરી લીધા હતા.
આ મામલો વાંચીને તમારું મગજ ચક્કરાવે ચડી જશે. અમેરિકાના કેન્ટકીમાં રહેતી 31 વર્ષની એરિકા ક્વિગલ નામની મહિલાએ 10 વર્ષા લગ્નજીવન બાદ પતિ જસ્ટીનને ડિવોર્સ આપી દીઘા હતા. સંતાનેમાં તેમને એક પુત્ર પણ છે. બાદમાં એરિકાએ પતિ જસ્ટીનના 60 વર્ષના સાવકા પિતા જેફ સાથે લગ્ન કરી લીધા હતા. જોકે આ લગ્ન પહેલા જ એરિકા સસરાથી પ્રેગ્નેટ થઈ ચૂકી હતી. હાલ બંનેને એક દીકરી છે.
એરિકા જ્યારે 16 વર્ષની હતી ત્યારે જેફની સાવકી દીકરી સાથે તેની મિત્રતા હતી. બાદમાં જેફના સાવકા દીકરા જસ્ટીન સાથે તેની મિત્રતા બંધાઈ હતી. બાદમાં બંનેના લગ્ન કરવામાં આવ્યા હતા. આથી જેફ એરિકાના સસરા બની ગયા હતા. જસ્ટીન અને એરિકાના લગ્ન બાદ બંને વચ્ચે પ્રેમ ઓછો થવા લાગ્યો. બંનેને વર્ષ 2012માં એક પુત્ર પણ થયો હતો. આમ છતાં બન્ને વચ્ચે અંતર વધવા લાગ્યું હતું.
દરમિયાન એરિકા તેના સસરા જેફ સાથે નજીક આવી હતી. બંને ઘણો સમય સાથે વિતાવવા લાગ્યા. જોત જોતામાં બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. જ્યારે વર્ષ 2017માં એરિકા અને જસ્ટીનના ડિવોર્સ થયા ત્યારે એરિકા અને સસુર જેફે પોતાના સંબંધ વિશે બધાને જાણ કરી હતી.
એરિકાએ જણાવ્યું હતું કે આ વાતની ખબર પડતાં જસ્ટીનને કોઈ વાંધો નહોતો. તે ખૂબ સપોર્ટિવ હતો. બાદમાં તેણે પતિના સાવકા પિતા એટલે કે સસરા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે આ લગ્ન પહેલાં જ એરિકાને ખબર પડી ગઈ હતી કે તે 60 વર્ષના સસરાની માતા બનવાની છે. બંનેએ લગ્ન બાદ બ્રેક્સલી નામની બાળકીને જન્મ આપ્યો હતો.
હાલ જસ્ટીન પાસે એરિકાના પહેલા બાળકની કસ્ટડી છે. બધા આ સંબંધથી ખુશ છે. કોઈને એક બીજા સામે વાંધો નથી.