Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightહવામાન વિભાગના મતે અમદાવાદ આજે અને કાલે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના મતે અમદાવાદ આજે અને કાલે ભારે વરસાદની આગાહી

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. નૈઋૃત્યનાં ચોમાસાએ ગુજરાતમાં વરસાદે આગેકૂચ કરી છે. હવામાન વિભાગ પ્રમાણે નોર્ધન લિમિટ ઓફ દ્વારકા-અમદાવાદમાંથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નૈઋૃત્યનાં ચોમાસાએ અરેબિયન સમુદ્વ, ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ આગળ વધ્યું છે. નોર્ધન લિમિટ ઓફ મોન્સૂન 22 અક્ષાંસ/60 દક્ષાંસથી દ્વારકા, અમદાવાદ, ભોપાલ, જબલપુર, પેન્દ્રા, સુલતાનપુર, લમખીપુર ખેરી, મુક્તેશ્વરમાંથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે આગામી 1 જુલાઈથી 3 જુલાઈ દરમિયાન નૈઋૃત્યનું ચોમાસું મધ્ય, પશ્ચિમ ભારતમાં વધુ આગેકૂચ કરી શકે છે.

હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં સવારે વાદળછાયું વાતાવરણ રહેશે. શનિવારે અને આવતીકાલે રવિવારે ભારે વરસાદ પડી શકે છે. હવામાનની ખાનગી સંસ્થાનાં જણાવ્યાં પ્રમાણે રવિવારે સવારનાં સમયે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Dive into this cosmic journey of imagination and let your thoughts soar! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! ? ? will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page