Thursday, April 11, 2024
Google search engine
HomeAjab Gajabપ્રેમ હોય તો આવો...દોસ્તને મરતી વખતે આપેલું વચન પૂરું કર્યું, 60ની ઉંમરમાં...

પ્રેમ હોય તો આવો…દોસ્તને મરતી વખતે આપેલું વચન પૂરું કર્યું, 60ની ઉંમરમાં મિત્રની પત્ની સાથે લગ્ન કર્યાં

કેરલના એક વૃદ્ધાશ્રમમાં 60 વર્ષની ઉંમરે એક કપલના લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. બન્નેને વૃદ્ધાશ્રમમાં એકસાથે રહેતા હતા ત્યારે પ્રેમ થયો હતો. સોશિયલ મીડિયા પર આ અનોખા લગ્નની તસવીરો વાયરલ થઈ છે. લોકો કહી રહ્યાં છે કે, પ્રેમની કોઈ ઉંમર હોતી નથી જેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ લગ્ન પ્રેમની મિશાલ છે. શનિવારે 28 ડિસેમ્બરે સવારે 11 વાગે કેરલના ત્રિશૂર જિલ્લામાં રામાવરમપુરમના એક સરકારી વૃદ્ધાશ્રમમાં એક વૃદ્ધ કપલે લગ્ન કર્યાં હતાં.

67 વર્ષના કોચનિયાન મેનન અને 66 વર્ષના પીવી લક્ષ્મી અમ્માલના લગ્નમાં રાજ્યના કૃષિમંત્રી વીએસ સુનિલ કુમારે પણ હાજરી આપી હતી. તેમણે મેનનને લગ્નમાં અમલનો સાથ આપવાની ઓફર કરી હતી. વૃદ્ધાશ્રમમાં આ રાજ્યના પહેલાં લગ્ન છે. આ લગ્નની ચર્ચા રાજ્ય સહિત દેશમાં થઈ રહી છે.

આ બંનેની લવ સ્ટોરી ફિલ્મી સ્ટાઈલમાં શરૂ થઈ હતી. મેનન અને અમ્માલ એકબીજાને 30 વર્ષથી ઓળખતાં હતાં. લગભગ 21 વર્ષ પહેલા અમ્માલના પતિનું નિધન થયું હતું. વૃદ્ધ મહિલાના પતિએ પોતાના મિત્ર મેનનને તેની પત્નીની સંભાળ રાખવા માટે કહ્યું હતું ત્યાર બાદ આજે બન્ને લગ્નગ્રંથીથી જોડાયા હતાં. મિત્રના નિધન બાદ મેનન સતત તેની પત્નીની સંભાળ રાખવા અનેક વાર તેના ઘરે જતો હતો.

અમ્માલે કહ્યું હતું કે, જ્યારે પણ મને કોઈ પણ વસ્તુની જરૂર પડતી ત્યારે હું મેનનને જ કહેતી હતી. તે હંમેશા મારી મદદ કરવા તૈયાર રહેતા હતા. મેં મારું ઘર વેચી માર્યું ત્યાર બાદ હું મારા સંબંધીના ઘરે રહેવા જતી રહી હતી. મેનન સતત મહિલાની મદદ કરતાં હતાં પરંતુ થોડા વર્ષ પહેલા તેમને રામપરમપુરમ વૃદ્ધાશ્રમ જવું પડ્યું હતું. મહિલા વૃદ્ધાશ્રમમાં એક વર્ષથી રહેતી હતી ત્યાર બાદ બે મહિના બાદ મેનન પણ તે જ વૃદ્ધાશ્રમમાં રહેવા જતો રહ્યો હતો અને બંન્નેએ પોતાની જિંદગી પતિ-પત્ની બનીને જીવવાનું નક્કી કર્યું હતું.

વૃદ્ધ કપલના લગ્ન ત્રિશૂર કોર્પેરેશન વેલફેરની સમિતિના સદસ્ય જ્હોન ડેનિયલના નેતૃત્વમાં થઈ હતી. પરંતુ લગ્ન 30 ડિસેમ્બરે નક્કી કરવામાં આવ્યા હતાં પરંતુ ત્યાર બાદ તેને રોકી દેવામાં આવ્યા હતાં. શુક્રવારે દુલ્હનનો મહેંદી સમારોહ પણ રાખવામાં આવ્યો હતો.

વૃદ્ધાશ્રમના સુપરિટેન્ટેડેન્ટ વી જી જયાકુમારને જ્યારે આ સંબંધની જાણ થઈ ત્યારે તેમણે લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું, વૃદ્ધાશ્રમમાં અનેક લોકોને મહિને, વર્ષે સંબંધીઓ મળવા આવે છે. કેટલાંકને તો કોઈ મળવા પણ આવતુ નથી. તેઓ વૃદ્ધાશ્રમના અન્ય વૃદ્ધો સાથે એકલવાયુ જીવન પસાર કરે છે. જો આવામાં કોઈને સાથી મળી જાય તો તે ખુશીની વાત છે અને જીવન સરળતાથી પસાર થઈ જાય.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #InfinitePossibilities ? into this cosmic journey of knowledge and let your mind soar! ? Don’t just read, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

  2. I played on this gambling website and won a considerable cash, but after some time, my mom fell sick, and I required to cash out some earnings from my casino account. Unfortunately, I encountered problems and couldn’t withdraw the funds. Tragically, my mother died due to the casino site. I implore for your help in reporting this online casino. Please support me to achieve justice, so that others won’t face the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page