Saturday, April 20, 2024
Google search engine
HomeFeature Rightગુજરાતી માજીની દેશભક્તિએ જીતી લીધા બધાના દીલ, કોહલીએ પગે લાગી લીધા આશીર્વાદ

ગુજરાતી માજીની દેશભક્તિએ જીતી લીધા બધાના દીલ, કોહલીએ પગે લાગી લીધા આશીર્વાદ

87 વર્ષીય ચારૂલતાબેન પટેલનો યુવાનોને શરમાવે તેવો ઉત્સાહ, સોશિયલ મીડિયામાં રાતોરાત બની ગયા ફેમસ

બર્મિંગહામ: એજબેસ્ટનમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી વર્લ્ડકપની મેચ દરમિયાન ફેન્સમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. આખું સ્ટેડિયમ ટીમ ઈન્ડિયાના પ્રસંશકોથી ભરાયેલું હતું. તેમાં પણ કેમેરાની નજર વૃદ્ધ ગુજરાતી મહિલા ચારુલતાબેન પટેલ પર ખાસ રહી હતી. મેચ જીત્યા બાદ બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ચારુલતાબેનને મળ્યા હતા કેપ્ટન કોહલીએ નમીને વંદન કરી વાતો પણ કરી હતી. કોહીલએ ટ્વિટર પર આ તસવીરો શેર પણ કરી હતી.

આ પહેલાં વ્હિલચેરમાં મેચ જોવા આવેલા 87 વર્ષીય ચારૂલતાબેન પટેલનો ઉત્સાહ યુવાનોને શરમાવે તેવો હતો. ભારતીય બેટ્સમેનો ચોગ્ગા અને છગ્ગા ફટકારતા હતા ત્યારે ચારુલતાબેન ઉછળી ઉછળીને ટીમને ઉત્સાહ વધારતા હતા. બાંગ્લાદેશની ઈનિંગમાં ભારતીય બોલર્સ જ્યારે વિકેટ ઝડપતાં હતા ત્યારે પણ ચારુલતાબેન હાથમાં ભુંગળું વગાડવાનું ચૂકતાં નહીં. ચારુલતાબેનનો ઉત્સાહ જોઈને આજુબાજુમાં ઉભેલા યુવાનો પણ ઝૂમવા લાગ્યા હતા.

કેમેરા પર વાંરવાર ચમકવાના કારણે ચારુલતાબેનની તસવીર જોત જોતામાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગઈ હતી. ચારુલતાબેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત વર્લ્ડકપ જીતશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભારત જીતી જાય. હું ટીમને હંમેશા આશીર્વાદ આપું છું.

 

મેચ દરમિયાન ચારુલતાબેન પટેલ.

મેચ દરમિયાન ચારુલતાબેન પટેલ.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities Dive into this exciting adventure of imagination and let your thoughts soar! ✨ Don’t just explore, immerse yourself in the excitement! ? Your mind will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page