Friday, April 12, 2024
Google search engine
HomeGujaratઆ ફેક્ટરી બનાવ્યા બાદ મુકેશ અંબાણીની સંપત્તિમાં થશે અનેક ગણો વધારો

આ ફેક્ટરી બનાવ્યા બાદ મુકેશ અંબાણીની સંપત્તિમાં થશે અનેક ગણો વધારો

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી એક સફળ બિઝનેસમેન છે. મુકેશ અંબાણી જે પણ બિઝનેસમાં હાથ મૂકે તેમાંથી ભરપૂર પૈસાની કમાણી કરે છે. રિલાયન્સ જિયો આનું સૌથી મોટું ઉદાહરણ છે. હાલમાં જ મુકેશ અંબાણીએ ગ્રીન એનર્જી સેગમેન્ટમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે.

અમેરિકાના રિસર્ચ એન્ડ બ્રોકરેજ ફર્મ બર્નસ્ટેન રિસર્ચે કહ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ગ્રીન એનર્જી બિઝનેસમાં આગામી 5 વર્ષ સુધી સફળતાનો નવો અધ્યાય લખશે. અમેરિકન રિસર્ચ ફર્મના મતે, પાંચ વર્ષમાં રિલાયન્સ આ નવા ગ્રીન એનર્જી બિઝનેસની વેલ્યૂ 36 બિલિયન ડોલર એટલે કે 2.6 લાખ કરોડ રૂપિયા થશે.

વધુમાં રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો બધું જ વ્યવસ્થિત રહ્યું તો 2026માં રિલાયન્સના કુલ બિઝનેસમાં 10 ટકા હિસ્સો ગ્રીન એનર્જીનો હશે.

શું છે મુકેશ અંબાણીની યોજનાઃ ગયા મહિને એજીએમમાં મુકેશ અંબાણીએ ગ્રીન એનર્જીમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. કંપની 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે, જેમાંથી 60 હજાર કરોડ રૂપિયા 4 ગીગા ફેક્ટરીની સ્થાપના કરવામાં ખર્ચ થશે. આ ફેક્ટરીમાં સોલર, બેટરી, ફ્યૂલ સેલ તથા ઇલેક્ટ્રોલાઇઝર બનાવવામાં આવશે. આ તમામ ફેક્ટરી ગુજરાતના જામનગરમાં શરૂ કરવામાં આવશે. રિલાયન્સની યોજના 2030 સુધઈમાં 100 ગીગા વોટ સોલર એનર્જીની ક્ષમતા તૈયાર કરવાની છે.

પડકારો કયા છેઃ રિપોર્ટમાં કહેવામાં આવે છે કે પહેલાં અનેક ઓઇલ કંપનીઓએ ક્લીન એનર્જી મેન્યુફેક્ચરિંગ કંપની બનવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં. રિલાયન્સનું મેન્યુફેક્ચરિંગ પર ફોકસ ઘણું અલગ છે. શક્યતા છે કે તેમાં વધુ માર્જિન મળી શકે છે. જોકે, ક્લીન એનર્જીમાં સીમિત મેન્યુફેક્ચરિંગની ક્ષમતા રિલાયન્સ સામે સૌથી મોટો પડકાર છે. આ પડકારને સામનો કરવા માટે રિલાયન્સ નવા પાર્ટનરની શોધમાં છે. આ પાર્ટનરશિપ ફ્યૂલ સેલ તથા બેટરી મેન્યુફેક્ચરિંગ માટે ટેક્નિકલ જરૂરિયાત પૂરી કરશે.

 

 

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! ? Dive into this exciting adventure of imagination and let your imagination soar! ? Don’t just enjoy, savor the excitement! ? ? will thank you for this thrilling joyride through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page