Monday, April 15, 2024
Google search engine
HomeAjab Gajabબે ટંક ભોજન પણ મુશ્કેલીથી મળતું હતું અને એક રાતમાં આ રિક્ષા...

બે ટંક ભોજન પણ મુશ્કેલીથી મળતું હતું અને એક રાતમાં આ રિક્ષા ચાલક બની ગયો લાખોપતિ!

નાગાલેન્ડઃ નાગાલેન્ડના પૂર્વ વર્ધમાન જિલ્લાના ગુસ્કરામાં રહેતો એક રિક્ષા ચાલક રાતોરાત લાખોપતિ બની ગયો. થોડાં સમય પહેલાં તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવતો હતો. જોકે, તેમાં એટલી કમાણી નહોતી થતી કે તે વિધવા માતા, પત્ની, બે દીકરીઓ તથા દીકરાનો નિર્વાહ ચલાવી શકે. ઘર ચલાવવા માટે પત્ની તથા વિધવા માતા પણ મજૂરી કરતાં હતાં. જોકે, કહેવાય છે ને કે ભગવાન આપે ત્યારે છપ્પર ફાડીને આપી છે.

રિક્ષા ચાલક ગૌરદાસ થોડાં સમય પહેલાં યુનિયનના સભ્યો સાથે પિકનિક પર જવાનો હતો પરંતુ વરસાદને કારણે પિકનિકનો પ્લાન કેન્સલ થઈ ગયો હતો. ઘરે પરત ફરતા સમયે લોટરી વિક્રેતાએ ગૌરદાસને ટિકિટ ખરીદવાની જીદ કરી હતી. તે સમયે દાસની પાસે માત્ર 70 રૂપિયા હતાં અને તે ટિકિટ ખરીદવા માગતો નહોતો. જોકે, લોટરી વેચનાર વારંવાર ટિકિટ ખરીદવાની જીદ કરવા લાગ્યો હતો અને પછી ગૌરદાસે 30 રૂપિયાની એક ટિકિટ ખરીદી હતી.

ટિકિટ ખરીદતી વખતે ગૌરદાસને ખ્યાલ નહોતો કે નાગાલેન્ડ સરકારની સ્ટેટ લોટરીનું પ્રથમ ઈનામ પચાસ લાખ રૂપિયા તેને મળશે. ગૌરદાસ બીજા દિવસે લોટરીનું પરિણામ જોવા માટે દુકાને ગયો હતો અને તેને 50 લાખનું ઈનામ લાગ્યું હતું. ગૌર તરત જ ઘરે આવ્યો હતો અને પત્નીને આ વાત કહી હતી. દાસે નજીકની બેંકમાં લોટરીની ટિકિટ જમા કરાવી હતી.

લોટરી જીત્યા બાદ ગૌરદાસે કહ્યું હતું કે તે એક નવું ઘર બનાવશે, કારણ કે પરિવારના છ સભ્યો માટે નાનકડાં ઘરમાં રહેવું મુશ્કેલ છે. આ ઉપરાંત તે પૈસાનો ઉપયોગ બાળકોના અભ્યાસ પાછળ ખર્ચ કરશે. લોટરી લાગ્યા બાદ હવે ગૌર પેડલ રિક્ષાને બદલે ઓટો ખરીદી શકે છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #MindBlown ? into this exciting adventure of discovery and let your mind soar! ? Don’t just enjoy, savor the excitement! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ✨

  2. ? Wow, this blog is like a rocket launching into the universe of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your imagination fly! ✨ Don’t just enjoy, experience the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page