Thursday, April 11, 2024
Google search engine
HomeNationalહોટનેસ બતાવી મલાઈકાએ આપ્યો બ્રેકએપની અફવા ઉડાવનારાઓને જવાબ, જુઓ તસવીરો

હોટનેસ બતાવી મલાઈકાએ આપ્યો બ્રેકએપની અફવા ઉડાવનારાઓને જવાબ, જુઓ તસવીરો

રવિવાર, 16 જાન્યુઆરીના રોજ બોલિવૂડના લવ બર્ડ્સ મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર ફરી એકવાર સાથે જોવા મળ્યા હતા. બંને લંચ ડેટ પર સાથે હતા. નવા વર્ષે પહેલી જ વાર બંને એક સાથે જોવા મળ્યા હતા. આ પહેલાં બંને કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં સાથે હતા. અર્જુન કપૂરને બીજીવાર કોરોના થતાં તે ક્વૉરન્ટીન હતો. ત્યારબાદ બંનેના બ્રેકઅપની અફવા ઉડી હતી.

અર્જુને કહ્યું, અફવાઓને કોઈ સ્થાન નથી
મલાઈકા સાથેના બ્રેકઅપની ચર્ચાએ જોર પકડતાં અર્જુન કપૂરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ માત્ર અફવા હોવાનું કહ્યું હતું. મલાઈકા સાથેની તસવીર શૅર કરીને અર્જુને કહ્યું હતું, ‘અફવાઓને કોઈ સ્થાન નથી. સલામત રહો. લોકોને શુભેચ્છા. તમામને પ્રેમ.’

અર્જુન કપૂરે હાલમાં જ પ્રેમિકા અંગે વાત કરી હતી
અર્જુન કપૂર 36 વર્ષનો છે, જ્યારે મલાઈકા અરોરા 48 વર્ષીય છે. અર્જુન કપૂર તથા મલાઈકા વચ્ચે 12 વર્ષનો એજ ડિફરન્સ છે અને તેથી જ અવારનવાર અર્જુનને ટ્રોલ કરવામાં આવતો હોય છે. આ અંગે અર્જુન કપૂરે વેબ પોર્ટલ ‘મસાલા’ સાથે વાત કરી હતી અને કહ્યું હતું, ‘પહેલી વાત તો એ કે મને લાગે છે કે મીડિયા જ કમેન્ટ્સ પર ધ્યાન આપે છે. અમે તો 90% કમેન્ટ્સ પર ધ્યાન જ આપતા નથી. આથી જ ટ્રોલિંગને વધુ મહત્ત્વ આપવાની જરૂર નથી, કારણ કે આમાં મોટાભાગની ફૅક જ હોય છે.’

વધુમાં અર્જુને કહ્યું હતું, ‘જે લોકો ટ્રોલ કરે છે, સાચી વાત તો એ છે કે તેમાંથી જ મોટાભાગના લોકો સેલ્ફી લેવા માટે તલપાપડ હોય છે. આથી જ આ રીતની વાત પર વિશ્વાસ કરી શકાય નહીં. હું પર્સનલ લાઇફમાં શું કરું છે એ મારી અંગત બાબત છે. જ્યાં સુધી લોકો મારા કામને નોટિસ કરે છે, ત્યાં સુધી બીજી કોઈ બાબત મહત્ત્વની નથી.’

પ્રેમમાં ઉંમરની વાતો બાલિશ
અર્જુને આગળ કહ્યું હતું, ‘તમે આ બધી વાતો અંગે વધુ વિચારી શકો નહીં. પછી કોઈ ઉંમરની વાત કરતું હોય કે બીજી કોઈ. આપણે બસ આપણું જીવન જીવીએ છીએ અને બીજાને જીવવા દઈએ છીએ. મને લાગે છે કે આ બધી વાતો બાલિશ છે કે તમે કોઈ સંબંધમાં એજ ડિફરન્સ પર ધ્યાન આપો છો.’

મલાઈકા 2016માં પતિથી અલગ થઈ
મલાઈકાએ અરબાઝ ખાન સાથે 1998માં લગ્ન કર્યા હતા. બંનેને દીકરો અરહાન પણ છે. જોકે, 2016માં બંને અલગ થઈ ગયા હતા. કોર્ટે દીકરાની કસ્ટડી મલાઈકાને આપી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #AdventureAwaits ? into this cosmic journey of discovery and let your imagination fly! ✨ Don’t just explore, immerse yourself in the thrill! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page