Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalપાવરબેંકથી ચાર્જ કરતો હતો મોબાઈલ ને અચાનક થયો એવો ધડાકો કે ઘરના...

પાવરબેંકથી ચાર્જ કરતો હતો મોબાઈલ ને અચાનક થયો એવો ધડાકો કે ઘરના છાપરા ઊડી ગયા

ઉમરિયાઃ મધ્યપ્રેશના ઉમરિયા જિલ્લામાં પાવરબેંકથી એક યુવક મોબાઈલ ચાર્જ કરતો હતો. જોકે, પાવરબેંકને કારણે યુવકે જીવ ગુમાવવો પડ્યો હતો. ચાર્જિંગ દરમિયાન મોબાઈલ ફાટ્યો અને યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે, સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ ઘટના ઉમરિયા જિલ્લાના છપરોડ ગામની છે. આ ગામમાં રહેતા 28 વર્ષીય રામ શુક્રવાર, 4 જૂનના રોજ સવારે પાવર બેંકથી મોબાઈલ ચાર્જ કરતો હતો. ચાર્જિંગ દરમિયાન પાવર બેંક ફાટી ગઈ હતી અને જોરદાર ધડાકો થયો હતો. આ ધડાકામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

પાવર બેંક ફાટતાં ધડાકો એટલી જોરથી થયો હતો કે ઘરની દીવાલો પર નિશાન પડી ગયા છે. ગંભીર રીતે ઘાયલ યુવકને નજીકની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પાવર બેંક કઈ કંપનીની હતી, તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. આ ઘટના બાદ ગામના લોકો એકદમ ડરી ગયા છે.

કહેવાય છે કે જે સમયે આ ઘટના થઈ ત્યારે યુવક પાવર બેંકથથી મોબાઈલ ચાર્જ કરતો હતો અને મોબાઈલ તેના હાથમાં જ હતો. પાવર બેંકમાં બ્લાસ્ટ થતાં ઘરમાં નાસભાગ મચી ગઈ હતી. ધડાકાને કારણે છાપરા ઉડી ગયા હતા અને અનેક જગ્યાએ દીવાલો પર કાળા ધબ્બા પડી ગયા હતા.

આ ઘટના બાદ પાવર બેંકની ક્વોલિટી પર સવાલ થઈ રહ્યા છે. પોલીસે કહ્યું હતું કે બ્લાસ્ટ પાવર બેંક અથવા સ્પીકર જેવી વસ્તુને કારણે થયો છે. મૃતકના પિતાના મતે, યુવક પાવરબેંકથી મોબાઈલ ચાર્જ કરતો હતો.

ગામલોકોએ કહ્યું હતું કે અહીંયા વીજળીની સમસ્યા છે અને તેથી જ લોકો પાવરબેંકનો ઉપયોગ કરે છે. જોકે, પાવર બેંક સારી ક્વોલિટીના હોતા નથી. ઉલ્લેખનીય છે કે મોબાઈલ ફાટવાના આજ સુધી ઘણાં કિસ્સા સામે આવી ચૂક્યા છે, પણ પાવર બેંક ફાટવાનો આ કિસ્સો પહેલો છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your thoughts soar! ? Don’t just explore, savor the thrill! ? Your mind will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page