Thursday, April 11, 2024
Google search engine
HomeNationalમાસૂમ દીકરીને પીંખી નાખી તો પપ્પાએ એ રીતે લીધો બદલો કે પોલીસ...

માસૂમ દીકરીને પીંખી નાખી તો પપ્પાએ એ રીતે લીધો બદલો કે પોલીસ પણ હેરાન થઈ ગઈ!

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. એક યુવકે પરિવારના 7 સભ્યોની હત્યા કરી નાંખી છે. આ ઘટના વિશાખાપટ્ટનમના જટ્ટાદા ગામમાં થઈ છે. હત્યા કર્યા પછી આરોપીએ ખુદ પોલીસ સ્ટેશનમાં સમર્પણ કર્યું છે. હવે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

પોલીસનું કહેવું છે કે, બંને પરિવારમાં જૂની ફ્રેન્ડશિપ હતી અને મૃતક પરિવારના એક સભ્યએ કથિત રીતે હત્યાના આરોપીની દીકરી પર રેપ કર્યો હતો અને માહિતી મળતાં જ પીડિતાના પિતાને ગુસ્સો આવ્યો અને તેમણે રેપના આરોપીના પરિવારની હત્યા કરી નાંખી હતી. રેપનો આરોપી અત્યારે ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટનાથી પોલીસ પણ આઘાતમાં છે અને ગંભીરતાથી તપાસ કરી રહી છે કે, કેવી રીતે એક યુવકે એક જ પરિવારના 6 લોકોની હત્યા કરી નાંખી છે. આ ઘટના પછી આખા વિસ્તારમાં ડરનો માહોલ છે. જાણકારી મુજબ સ્થળ પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ છે.

હવે આ કમકમાટીભરી ઘટના પછી આખા ગામમાં વિચિત્ર ચર્ચા થઈ રહી છે. ખુદ પોલીસમાં સમર્પણ કર્યા પછી તેની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસે હત્યામાં ઉપયોગ કરાયેલાં ધારદાર હથિયાર જપ્ત કરી લીધું છે.

તો પોલીસનું કહેવું છે કે, આરોપીએ બદલો લેવા માટે એક જ પરિવારના 6 લોકોની હત્યા કરી નાંખી છે. જેમાં બે મહિલાઓ, બે બાળકો અને એક પુરુષ સામેલ છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટના પછી આખા વિસ્તારમાં ડર ફેલાયેલો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! ? ? into this exciting adventure of discovery and let your thoughts soar! ✨ Don’t just enjoy, experience the excitement! ? Your brain will thank you for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page