Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratમુકેશ અંબાણી જામગનર રિલાયન્સમાંથી ગુજરાતને દરરોજ આપી રહ્યા છે આટલા બધા ટન...

મુકેશ અંબાણી જામગનર રિલાયન્સમાંથી ગુજરાતને દરરોજ આપી રહ્યા છે આટલા બધા ટન ઓક્સિજન

ગુજરાતીઓ પૈસા પણ કમાય શકે છે અને જરૂર પડવા પર ખુલ્લે હાથે દાન પણ કરી શકે છે. દેશ પર આવી પડેલા સંકટમાં સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી પણ લોકો અને સમાજની વ્હારે આવ્યા છે. કોરોનાના કહેર વચ્ચે દેશમાં જ્યારે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે ત્યારે મુકેશ અંબાણીએ જામનગર સ્થિત રિલાયન્સ પ્લાન્ટમાંથી ગુજરાતના દર્દીઓ માટે ભારી માત્રામાં ઓક્સિજન મોકલી રહ્યા છે.

ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જામનગરથી દરરોજ ગુજરાતને 400 ટન ઓક્સિજનનો જથ્થો પૂરો પાડી રહે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણીએ આ અંગેની જાણકારી આપી હતી.

રિલાયન્સ ગુજરાતને કેટલો ઓક્સિજન આપે છે તેની જાણકારી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના પત્ર બાદ બહાર આવી હતી. અમિત ચાવડાએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પત્ર લખી રાજ્યને ઑક્સિજન આપવાની માંગ કરી હતી. ચાવડાના પત્ર બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડન્ટ અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણીએ ટ્વિટ કરી જવાબ આપ્યો હતો.

ધનરાજ નથવાણીએ ટ્વિટ કરીને લખ્યું- રિલાયન્સ જામનગર દ્વારા ગુજરાતને દૈનિક 400 ટન ઓક્સિજન પુરો પાડવામાં આવે છે. જે અમારી ગુજરાત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગુજરાતના રાજનેતા તરીકે તમે આ વાત અજાણ લાગો છે.

રિલાયન્સ ગુજરાત ઉપરાતં મહારાષ્ટ્રને પણ ઓક્સિજન મોકલે છે. રિલાયન્સ મહરાષ્ટ્રને દરરોજ 100 ટન ઓક્સિજન આપે છે. જામનગર રિફાઇનરીમાં લાર્જ એર સેપરેશન યુનિટ છે. જ્યાં મોટાપાયે ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. કારણ રિલાયન્સની પેટ્રોલિયમ રિફાઇનરીમાં મોટાપાયે ઓક્સિજનની જરૂર રહેતી હોય છે.

મીડિયા રિપોર્ટ મુજબ રિલાયન્સ ટૂંક સમયમાં  ઉત્પાદન વધારી દૈનિક  700 ટન કરવામાં આવશે. ત્યાર બાદ તેને વધારીને દૈનિક 1000 ટન કરવામાં આવશે. જેનાથી રોજ 70 હજાર જેટલા દર્દીઓને ફાયદો થશે. ઓક્સિજન ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોને મોકલવામાં આવશે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of excitement! ? The captivating content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities ? into this thrilling experience of knowledge and let your thoughts fly! ? Don’t just explore, immerse yourself in the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

  2. I played on this gambling website and succeeded a considerable amount, but eventually, my mom fell sick, and I wanted to cash out some funds from my account. Unfortunately, I experienced problems and was unable to complete the withdrawal. Tragically, my mom died due to this online casino. I request for your help in reporting this website. Please support me to obtain justice, so that others do not face the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page