Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratબુલેટ પર ખતરનાક સ્ટંટ કરવા નીકળી યુવતીઓ, પોલીસે આ રીતે કરાવ્યું કાયદાનું...

બુલેટ પર ખતરનાક સ્ટંટ કરવા નીકળી યુવતીઓ, પોલીસે આ રીતે કરાવ્યું કાયદાનું ભાન

થોડાંક દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની બે યુવતીઓનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં બંને યુવતીઓ બુલેટ બાઇક પર ખતરનાક સ્ટંટ કરી રહી હતી. હવે ગાઝિયાબાદ ટ્રાફિક પોલીસે આ બંને યુવતી શિવાંગી ડબાસ અને સ્નેહા રાજવંશીને એવો પાઠ ભણાવ્યો છે કે, તે બંને બીજીવાર સ્ટંટ કરવાનું વિચારશે નહીં.

ગાઝિયાબાદના એસપી રામાનંદ કુશવાહા મુજબ, ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ બંનેને ચલણ મોકલવામાં આવ્યું હતું. જેમાં વગર લાયસન્સના ડ્રાઇવિંગ, અધિકારીની મંજૂરી વગર સાર્વજનિક સ્થળ પર સ્ટંટ કરવા, દોષપૂર્ણ નંબર પ્લેટ, ટ્રિપલ સવારી ડ્રાઇવિંગ સહિતના ગુના સામેલ છે. આ બંનેને 28 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ડ્રાઇવિંગ કરતી વખતે સ્ટંટ કરવા તે કાયદાકિય રીતે ગુનો છે. આ વાતની માહિતી ઘણાં લોકોને હોતી નથી. આ વાત ભૂલી જાય છે કે, તેમના સ્ટંટ બીજાનો જીવ જોખમમાં નાખી શકે છે. એવામાં ઉત્તર પ્રદેશ પોલીસે એક વીડિયો અને બે મહિલાઓ સામે જાહેર કરેલા ચલણની એક કોપી શેર કરી લોકોને જાગૃત કર્યા છે.

તો ગાઝિયાબાદ નિવાસી શિંવાગી ડબાસે એક વીડિયો શેર કરી કહ્યું છે, ‘તેમણે નેશનલ હાઇવે પર નહીં પણ, નિર્માણ થતું હોય ત્યાં શૂટ કર્યો હતો. એવામાં ત્યાં વધારે લોકો હતાં નહીં. તેણે વધુમાં પણ કહ્યું કે, મને 11 હજાર અને 17 હજાર રૂપિયાનું ચલણ મળી ગયું છે.’ તેમના દ્વારા પોલીસને વધુ ચલણ ના આપવા પણ વિનંતી કરી દીધી છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બંને યુવતીઓ એક બુલેટ પર બેઠી છે. એક યુવતી બુલેટ ચલાવી રહી છે જ્યારે બીજી યુવતી ખભા પર બેઠી છે. આ વીડિયો ગાઝિયાબાદના ગોવિંદપુરમ વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

વીડિયો વાઇરલ થયાં પછી ગાઝિયાબાદ પોલીસે મંજૂ દેવી અને સંજય કુમારના ઘરે ચલણ મોકલ્યું હતું. ખરેખર તો શિવાંગી ડબાસ અને સ્નેહા રાજવંશીએ જે બાઇક પર સ્ટંટ કર્યા હતાં તેના માલિક આ બંને લોકો હતાં.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this gambling site and earned a substantial pile of cash. However, eventually, my mom fell gravely ill, and I required to take out some funds from my wallet. Unfortunately, I faced issues and could not complete the withdrawal. Tragically, my mother died due to this gambling platform. I urgently request your assistance in addressing this concern with the online casino. Please assist me to obtain justice, to ensure others won’t endure the pain I’m facing today, and avert them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page