Friday, April 12, 2024
Google search engine
HomeBusinessહવે જનરલ ડબ્બામાં પણ મળશે Confirm ટીકિટ તે પણ વોટ્સએપ પર? જાણો...

હવે જનરલ ડબ્બામાં પણ મળશે Confirm ટીકિટ તે પણ વોટ્સએપ પર? જાણો કેવી રીતે

નવી દિલ્હી: રેલવે પોતાના મુસાફરોને સુવિધા આપવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યું છે. સમયની બચત અને ભીડથી છુટકારો મેળવવા માટે રેલવે અત્યાર સુધી ઘણાં ઉપાય કરી ચૂક્યું છે. જોકે હવે મુસાફરોને રેલવે તરફથી વધુ એક સુવિધા મળવાની છે. અત્યાર સુધી આપણે સ્લીપર ક્લાસ, એસી ક્લાસ જેવી રિઝર્વેશન અંગે જ સાંભળતાં આવ્યા છે પરંતુ હવે જનરલ ડબ્બામાં પણ Confirm ટીકિટ માટે બુકિંગ કરી શકો છો.

આ નવી યોજના અંતગર્ત તમારી સીટનો નંબર તમને ફોટોની સાથે વોટ્સએપ પર મળી જશે. આ પહેલા તમારે Confirm ટીકિટની ચિંતાથી મુક્તી મળી જશે. આ સાથે જ સીટ પર કબ્જો જમાવીને બેઠેલા લોકો વચ્ચે થતી મારામારીથી પણ હવે છૂટકારો મળશે.

આ સિવાય જનરલ ડબ્બામાં દલાલી રાજ પર અંકુશ આવી જશે. જો આ યોજના સફળ રહી તો રેલવે આ યોજનાને સમગ્ર દેશમાં લાગી કરી દેશે. પરંતુ આ સુવિધા પૂર્વ મધ્ય રેલવેના દાનાપુરમાં જ આપવામાં આવી રહી છે. જેને પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં પાસ ફોર અનરિઝવર્ડ બોર્ડના નામથી શરૂ કરવામાં આવ્યો છે. આ અંતગર્ત જનરલ ડબ્બામાં અનામત બેઠકો પર પણ કન્ફોર્મ સીટ મળી શકશે. જોકે અત્યારે અનામત ટીકિટ આપતી વખતે મુસાફરોને બોર્ડિંગ પાસ આપવામાં આવી રહ્યા છે.

સુવિધા મેળવવા માટે તમારે શું કરવું પડશે?

આ યોજના વચ્ચે એક સવાલ ઉભો થાય છે કે, સુવિધાનો લાભ લેવા માટે શું કરવું પડશે? શું પહેલાથી રિઝર્વેશન કરવું પડશે અથવા આ યોજના હેઠળ તત્કાલની જોગવાઈ રહેશે. હવે તમને જણાવીએ છીએ કે, સ્ટેશન પર રેલવે કાઉન્ટરની સાથે એક અન્ય કાઉન્ટર બનાવવામાં આવ્યું છે. જો તમે ત્યાં જશો તો ઓળખ પત્ર જોઈને તમારો ફોટો ખેંચવામાં આવશે ત્યાર બાદ તમારા વોટ્સએપ નંબર પર ડિઝીટલ ટીકિટ મોકલી દેવામાં આવશે. ડિઝીટલ ટીકિટમાં તમારો ફોટો લગાવેલો હશે. આ રીતે તમારે જનરલ ડબ્બામાં પણ કન્ફોર્મ ટીકિટ મળવાની સંભાવના વધી જશે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I played on this gambling website and succeeded a significant cash, but later, my mother fell ill, and I required to withdraw some funds from my balance. Unfortunately, I faced difficulties and was unable to withdraw the funds. Tragically, my mother passed away due to this online casino. I request for your help in bringing attention to this online casino. Please support me to achieve justice, so that others won’t undergo the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page