Saturday, April 13, 2024
Google search engine
HomeBollywoodઅભિનેત્રી વિદ્યા બાલને કાસ્ટિંગ કાઉચ અંગે સનસનાટીભર્યો ખુલાસો કર્યો

અભિનેત્રી વિદ્યા બાલને કાસ્ટિંગ કાઉચ અંગે સનસનાટીભર્યો ખુલાસો કર્યો

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન દરેક વિષય પર ખુલીને વાત કરતાં ઘણીવાર જોવા મળી છે. જોકે તાજેતરમાં જ વિદ્યા બાલને પોતાનીએ જીંદગી સાથે ઘટેલી એક ઘટનાને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો હતો. વિદ્યા બાલને કાસ્ટિંગ કાઉચને લઈને સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો હતો. વિદ્યા બાલને જણાવ્યું હતું કે, કેવી રીતે તેને અભિનેત્રી બનવા માટે કેવી-કેવી સ્ટ્રગલ કરવી પડી હતી.

વિદ્યા બાલને કહ્યું હતું કે, મને યાદ છે કે એક દિવસ હું ચેન્નઈમાં કામ માટે એક ડાયરેક્ટરને મળવા ગઈ હતી. મેં તેને કહ્યું હતું કે, ચલો ક્યાંક બહાર જઈને કોફી શોપમાં બેસીએ અને ત્યાં વાતચીત કરીએ. પરંતુ તે ડાયરેક્ટર તો મને વારંવાર રૂમમાં જ જવાનું કહી રહ્યો હતો. તે ડાયરેક્ટર મને કહી રહ્યો હતો કે મારે તારી સાથે વાત કરવી છે અને આપણે એક રૂમમાં જવું જોઈએ.

વધુમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, ડાયરેક્ટરના ઈરાદા પારખી અને હું રૂમમાં પણ ગઈ પણ મેં દરવાજો ખુલ્લો જ રહેવા દીધો હતો. ત્યાર બાદ ડાયરેક્ટર મારી સાથે કોઈ જ વાતચીત કર્યાં વગર જ 5 મીનિટમાં ત્યાંથી ભાગી ગયો હતો.

વિદ્યાએ કહ્યું હતું કે, આ ઘટના હું આજે પણ ભૂલી શકી નથી. આ સિવાય પણ એવી અનેક ઘટનાનો હું સામનો કરી ચુકી છું જેના કારણે હું લાંબો સમય ડઘાયેલી રહી હતી. એટલું જ નહીં પણ થોડા સમય માટે તો આ બધાંથી એટલી બધી પરેશાન થઈ ગઈ હતી કે, તેમાંથી બહાર નિકળવું મુશ્કેલ હતું. વિદ્યા બાલનના આ નિવેદનના પગલે સનસનાટી મચી ગઈ હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Dive into this exciting adventure of imagination and let your imagination roam! ✨ Don’t just enjoy, experience the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page