Sunday, April 14, 2024
Google search engine
HomeBollywoodઆ અભિનેત્રી સાથે જોડાયું કે એલ રાહુલની નામ, ફોટો પર એવી કમેન્ટ...

આ અભિનેત્રી સાથે જોડાયું કે એલ રાહુલની નામ, ફોટો પર એવી કમેન્ટ કરી કે બધાની આંખો થઈ ગઈ પહોળી

મુંબઈઃ દાયકાઓથી ક્રિકેટ અને બોલિવૂડ વચ્ચે સારું એવું કનેક્શન જોવા મળ્યું છે. ઘણા જાણીતા ખેલાડીઓના એક્ટ્રેસિસ સાથે અફેર કે લગ્ન થયા હોવાનું જોવા મળ્યું છે. પરંતુ વર્તમાન સમયના સ્ટાર ઓપનરનું નામ 5 બોલિવૂડ એક્ટ્રેસિસ સાથે જોડાઈ ચૂક્યું છે, હાલના સમયે સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી તેની ગર્લફ્રેન્ડ હોવાનું મનાય છે.

આ ઓપનિંગ બેટ્સમેન એટલે લોકેશ રાહુલ. એવી ચર્ચા છે હવે લોકેશ રાહુલ આથિયા શેટ્ટીને છોડી પંજાબી એક્ટ્રેસને ડેટ કરવા જઈ રહ્યો છે એવું મનાય છે. લોકેશ રાહુલનું નામ હવે પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવા સાથે જોડાઈ રહ્યું છે.

સોનમ બાજવાએ હાલમાં પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી હતી, જેની પર લોકેશ રાહુલે એવું રિએક્શન આપ્યું જેના કારણે બંને વચ્ચેના અફેરની ચર્ચા થવા લાગી. સોનમે એક હાર્ટ ઈમોજી સાથે ફોટો શેર કરતા લખ્યું કે,‘ડૂબતા સૂર્યને જોતા સમયે તારી યાદોમાં ડૂબેલી છું.’ જેની પર લોકેશ રાહુલે લખ્યું કે,‘માત્ર એક કોલ જેટલો દૂર છું.’

આ કોમેન્ટને કારણે ફેન્સને સોનમ બાજવા અને લોકેશ રાહુલ વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની ચર્ચાઓ થવા લાગી છે. આ મુદ્દે લોકોએ ફેન્સને આથિયાને દગો આપી રહ્યાં છો..જેવા ઘણા સવાલો કર્યા હતા. અગાઉ પણ સોનમ અને રાહુલ વચ્ચેના અફેરની ચર્ચા થતી હતી, જોકે ત્યારે બંનેએ આ વાતને ખોટી ગણાવી હતી.

સોનમ બાજવા એક જાણીતી મૉડલ અને એક્ટ્રેસ છે, જે પંજાબી, તામિલ અને હિન્દી ફિલ્મ્સ કરે છે. તેણે 2012માં ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત 2014માં પંજાબી સુપર હિટ ફિલ્મ પંજાબ 1984 માં લીડ રોલ કર્યો હતો. તે સોશિયલ મીડિયા સ્ટાર છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર 6 લાખ ફોલોઅર્સ છે.

એક અહેવાલ અનુસાર, લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટી છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ગત મહિને જ રાહુલના જન્મદિવસે આથિયાએ બંનેની તસવીર શેર કરી હતી, જેની પર તેના પિતા સુનીલ શેટ્ટી અને લોકેશ રાહુલ બંનેએ પ્રતિક્રિયા આપી હતી.

લોકેશ રાહુલ હંમેશા શાંત અને ડિસેન્ટ પર્સનાલિટીવાળી વ્યક્તિ તરીકે ઓળખાય છે, પરંતુ તેનું નામ બોલિવૂડની ઘણી એક્ટ્રેસિસ સાથે જોડાઈ ચૂક્યું છે. અગાઉ જન્નત ગર્લ સૌનમ ચૌહાણ સાથે તેના અફેરની વાતો થતી હતી. આ ઉપરાંત મુન્ના માઈકલની એક્ટ્રેસ નિધિ અગ્રવાલ અને એક્ટ્રેસ આકાંક્ષા રંજન સાથે પણ તેનું નામ જોડાઈ ચૂક્યું છે.

આઈપીએલની 14મી સિઝન દરમિયાન જ લોકેશ રાહુલને પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેનું એપેન્ડિક્સનું ઓપરેશન કરાયું હતું. જો તે ફિટ હશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ માટે તે ઈંગ્લેન્ડ જશે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! ? Embark into this exciting adventure of discovery and let your imagination fly! ✨ Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought Your mind will thank you for this exciting journey through the realms of endless wonder! ✨

  2. ? Wow, this blog is like a rocket launching into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! ? Dive into this exciting adventure of imagination and let your thoughts roam! ✨ Don’t just enjoy, experience the thrill! #FuelForThought Your brain will thank you for this exciting journey through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page