Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightબોટાદ: લોક ડાયરામાં કલાકારના અચાનક સૂર બદલાતાં લોકોએ જાહેરમાં ચખાડ્યો મેથીપાક, વીડિયો...

બોટાદ: લોક ડાયરામાં કલાકારના અચાનક સૂર બદલાતાં લોકોએ જાહેરમાં ચખાડ્યો મેથીપાક, વીડિયો થયો વાયરલ

ભાવનગર: રવિવારે બોટાદના સાળંગપુરમાં માતાજીના માંડવામાં એક લોક ડાયરાનું આયોજન કરાયું હતું. આ ડાયરામાં અમદાવાદના લોક કલાકાર પ્રભાત સિંહ સોલંકીને બોલાવવામાં આવ્યા હતા.

ડાયરામાં ભજન ગાતા હતા તે સમયે તેઓ દારૂ પીને આવ્યા હોવાના એક વ્યક્તિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ વ્યક્તિએ સ્ટેજ પર ચઢીને કલાકારને લાફાવાળી કરી હતી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે માલુમ નથી પડ્યું કે આ વીડિયો ક્યાંનો છે. આ અંગે અમે પૃષ્ટિ કરતાં નથી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બોટાદના સાળંગપુરમાં એક ડાયરા કાર્યક્રમમાં લોક કલાકાર પ્રભાત સિંહ ભજન ગાઈ રહ્યા હતા. જોકે સ્ટેજ પર ગાયકના સૂર અચાનક બદલાતાં લોકોને તે દારૂ પીને આવ્યા હોવાનું માલુમ પડ્યું હતું. માતાજીના માંડવાના કાર્યક્રમમાં દારૂ પીને આવ્યા હોઈ માતાજીની ગરીમા ન જાળવતાં લોકોએ કલાકારની ધોલાઈ કરી હતી.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ડાયરા દરમિયાન એક વ્યક્તિ સ્ટેજ પર ચઢે છે અને પ્રભાત સિંહને એક બાદ ત્રણથી ચાર લાફા ઝિંકી દે છે. ત્યાર બાદ અન્ય લોકોએ પણ કલાકારની ધોલાઈ કરી હતી. હાલમાં વાયરલ વીડિયો પોલીસને મળતાં તેમણે કલાકારે ખરેખરમાં દારૂ પીધો હતો કે કેમ તે મામલે તપાસ શરૂ કરી દીધી છે.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page