Friday, April 19, 2024
Google search engine
HomeNationalસ્વરૂપવાન ટેલિકોલરની પાછળ પડી ગયો હતો યુવક, યુવતીએ ઉતારી પાડતાં ન કરવાનું...

સ્વરૂપવાન ટેલિકોલરની પાછળ પડી ગયો હતો યુવક, યુવતીએ ઉતારી પાડતાં ન કરવાનું કરી નાખ્યું

દેશની વધુ એક દીકરનો ટપોરીએ જીવ લીધો છે. જ્યોતિ મિશ્રા નામની 23 વર્ષીય યુવતીને જીવતી સળગાવી દેવામાં આવી હતી. જ્યોતિની ભૂલ એટલી જ હતી કે તેણે આરોપીના પ્રેમના પ્રસ્તાવને ના પાડી હતી. જોકે, પોલીસ પોતાની બદનામી ના થાય તેથી આ ખુલાસો કરતી નથી. હત્યાકાંડમાં પોલીસને પૂરતા પુરાવા મળ્યા છે. બે આરોપીઓને હત્યાના ગુનામાં જેલમાં છે. આટલું જ નહીં આરોપીઓની ઘટના સ્થળ પરના લોકેશનથી લઈ કોલ ડિટેલ સહિતના પુરાવા મળ્યા છે. પોલીસની કાર્યવાહી હવે સવાલના ઘેરામાં છે.

ઉત્તર પ્રદેશના કાનપુરની આ શોકિંગ ઘટના છે. અહીંના રેલ્વે ટ્રેક પર પાંચ દિવસ પહેલાં ગુમ થયેલી જ્યોતિ મિશ્રા નામની યુવતીની અડધી સળગેલી લાશ મળી આવી હતી. 23 વર્ષીય જ્યોતિ મિશ્રા એક કંપનીમાં ટેલિકોલર તરીકે કામ કરતી હતી. પોલીસ પહેલા આને આત્મહત્યાનો બનાવ માનતી હતી, પણ પરિવારના દબાણ બાદ તપાસ કરતાં હત્યાનો હચમચાવી દેતો મામલો બહાર આવ્યો હતો.

જ્યોતિએ કહ્યું હતું, મોં તો જો તારુંઃ તપાસ કરતા પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આરોપી અમિત સતત જ્યોતિને વાત કરવાનું દબાણ કરતો હતો. જોકે, જ્યોતિએ આ વાતને અવગણી હતી. અમિત કોઈને કોઈ બહાને ફોન કરતી હતી. કોલ ડિટેલમાં આ વાતની પુષ્ટિ થઈ છે. અધિકારીના મતે, થોડાં સમય પહેલાં જ્યોતિએ અમિતને એવું કહ્યું હતું કે તારું મોં જોયું છે, તારી સાથે કોણ વાત કરશે. આ વાત પર અમિત ગુસ્સે થઈ ગયો હતો. આ વાતનો બદલો લેવા માટે જ્યોતિને બોલાવી હતી. પછી પેટ્રોલ છાંટીને જીવતિ સળગાવી દીધી હતી. જ્યોતિની કમેન્ટ બાદથી અમિતનો ગુસ્સો સાતમા આસમાને હતો.

જ્યોતિના હૃદય ને ફેફસાંમાં કાર્બન હતોઃ પોસ્ટરિપોર્ટ પ્રમાણે, જ્યોતિના ફેફસાં તથા હૃદયમાં કાર્બન જમા હતો. એટલે કે સળગતી વખતે શ્વાસ લઈ શકતી હતી. આથી એ વાત સ્પષ્ટ થઈ કે જ્યોતિને જીવતિ સળગાવી દેવામાં આવી છે. જ્યોતિ 90 ટકાથી વધુ સળગી હોવાથી તેની ડેડબોડી પરથી ઈજાના નિશાન મળ્યા નથી.

આરોપીઓ જેલમાં, પરંતુ પોલીસે કોઈ વાત કરી નથીઃ જ્યોતિની લાશ મળ્યા બાદ પરિવારે હત્યાનો આરોપ કહીને હંગામો કર્યો હતો. ત્યારબાદ પોલીસે અમિત અને તેની મહિલા મિત્ર કમલ વિરુદ્ધ હત્યાનો, પુરાવાનો નાશ કરવા સહિત વિવિધ કલમો હેઠળ કેસ કરીને જેલ મોકલ્યા હતા. જોકે, પોલીસ હત્યા અંગે ચૂપ છે. જો આત્મહત્યા છે તો જેલમાં કેમ મોકલ્યા. જો આત્મહત્યા છે તો આરોપીઓના લોકેશન ત્યાં કેવી રીતે આવ્યા. લાસ્ટ કોલ ડિટેલમાં પણ આરોપી અમિત સાથે વાતચીત થઈ હોવાનો રેકોર્ડ છે. જોકે, પોલીસ પાસે જવાબ નથી.

હત્યાકાંડમાં ત્રણથી પાંચ લોકો સામેલ હતાઃ સૂત્રોના મતે, ઘટનાસ્થળ પરથી અમિતનું લોકેશન મળ્યું, પરંતુ યુવતી કમલનુ નહીં. કમલ ષડયંત્રમાં સામેલ હોવાની આશંકા છે. હત્યાકાંડમાં માત્ર અમિત નહોતો, તેના બેથી ત્રણ સાથી પણ હતા. આ તમામે સાથે મળીને ઘટનાને અંજામ આપ્યો છે. અમિતની પૂછપરછ કરીને અન્ય સાથીઓ અંગેની માહિતી મળી છે, પરંતુ પુરાવા ના હોવાથી ધરપકડ થઈ નથી.

જ્યોતિએ રાત્રે 10 વાગે અમિત સાથે વાત કરી હતીઃ પોલીસને જ્યોતિ તથા અમિતની છેલ્લી વ્હોટ્સએપ ચેટ મળી છે. આ ચેટ મહત્ત્વનો પુરાવો છે. આરોપીનો હેતુ સ્પષ્ટ થઈ જાય છે. કોલ ડિટેલ પરથી ખ્યાલ આવે છે કે જ્યોતિ જે દિવસે ગુમ થઈ તે રાત્રે 10 વાગે છેલ્લીવાર અમિત સાથે વાત કરી હતી. સત્તાવાર પુષ્ટિ બાકી છે. જોકે, એ વાત સ્પષ્ટ નથી કે જ્યોતિએ અમિતને ફોન કર્યો હતો કે પછી અમિતે જ્યોતિને.

શું છે સમગ્ર કેસઃ ચકેરીના ગિરજા નગરમાં રહેતી જ્યોતિ સોમવાર, 25 ઓક્ટોબરના રોજ સવારે ઓફિસ જવા માટે નીકળી હતી. જોકે, સાંજ પડી હોવા છતાં તે ઘરે આવી નહોતી. બીજા દિવસે સવારે ભાભા નગરમાં રેલવે ટ્રેકની બાજુમાં જ્યોતિની અર્ધ સળગેલી લાશ મળી આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો. જોકે, પરિવારે હોબાળો કરતાં પોલીસે અમિત તથા તેની મિત્રની ધરપકડ કરીને જેલ મોકલ્યા હતા.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Dive into this thrilling experience of imagination and let your thoughts fly! ✨ Don’t just explore, immerse yourself in the excitement! ? Your mind will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page