Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightઆ અનાથ યુવતીના લગ્નનો સૌ કોઈના મનમાં હતો ઉમળકો, એન્જિનિયર યુવક સાથે...

આ અનાથ યુવતીના લગ્નનો સૌ કોઈના મનમાં હતો ઉમળકો, એન્જિનિયર યુવક સાથે આ રીતે કર્યાં લગ્ન

અમદાવાદમાં અંદાજે પોણા બે મહિના પહેલા એક એવા લગ્ન યોજાયા હતા જેમાં ન્યાયાધીશ, જિલ્લા કલેકટર, ACP, ધારાસભ્યો, સિનિયર વકિલો સહિત હાજર રહ્યા હતા. તેમણે ઉપસ્થિતિ રહીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. આ લગ્નની ખૂબી એ હતી કે જે દીકરીના લગ્ન થઈ રહ્યા હતા એ અનાથ હતી. બિન વારસી મળેલી આવેલી અને બાળ સંરક્ષણ ગૃહમાં ઉછરેલી શિવાની નામની આ દીકરીના મોડાસાના એન્જિનિયર યુવક સાથે લગ્ન થયા હતા. દીકરીની વિદાઈ વખતે હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

આ સુખદ કિસ્સાની વિગત એવી છે કે, ગુજરાત સરકાર ઘણાં અધિકારીઓ જ પરિવાર બનીને પોતાની જવાબદારી નિભાવી રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે થોડા દિવસો પહેલાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જજ, કલેક્ટર અને એસીપી સહિતના અનેક અધિકારીઓએ સાથે મળીને અનાથ યુવતીના એન્જિનિયર યુવક સાથે લગ્ન કરાવ્યા હતાં જેની તસવીરો સામે આવી છે. આ લગ્નમાં હાજર અધિકારીઓએ યુવતીના પિતા બનીને તમામ પોતાની જવાબદારીઓ નિભાવી હતી. આ લગ્ન જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ હતી.

ગુજરાત સરકારના અનેક અધિકારીઓએ અનાથ યુવતીના માણસાના એન્જિનિયર યુવક સાથે લગ્ન કરાવ્યા હતાં. આ અવસર પર જજ, કલેક્ટર, ધારાસભ્યો, સિનિયર વરિષ્ઠ વકીલો, બાળ સંરક્ષણ ગૃહના અધિકારી સહિત પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા. આ લગ્નમાં હાજર જજ, કલેક્ટરથી લઈને ACP સહિતના અધિકારીઓએ યુવતીના પિતાની તમામ જવાબદારીઓ નિભાવી હતી.

અમદાવાદ પોલીસ, બાળ સંરક્ષણ ગૃહ અને મહિલા ક્રાઈમ બ્રાંચ દ્વારા બિનવારસી મળેલી યુવતીની અનેક જગ્યાએ તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ સારસંભાળ મળી નહોતી. જેને લઈને તેમને નિયમોને ધ્યાનમાં લઈને માણસાાના એન્જિનિયર યુવક સાથે તે યુવતીના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતાં. નિયમ પ્રમાણે, મેટ્રોપોલિટનના ન્યાયાધીશ, સેશન્સ કોર્ટના ન્યાયાધીશ, સહિત સિનિયર વરિષ્ઠ વકીલો, ઝોન-2 ડીસીપી, એસીપી એસ.કે.ત્રિવેદી, મહિલા ક્રાઈમ બ્રાંચના એસીપી મીની જોસેફ, બાળ સંરક્ષણ ગૃહના અધિકારી સહિત પોલીસકર્મીની હાજરીમાં યુવક અને યુવતીના લગ્ન કરવામાં આવ્યા હતાં.

બે વર્ષ પહેલા અમદાવાદમાં બાળકોનું શોષણ થઈ રહ્યું હોવાની કેટલી માહિતીના આધારે અમદાવાદ પોલીસ, મહિલા ક્રાઈમ બ્રાંચ અને બાળ સંરક્ષણ ગૃહ દ્વારા તેવા બાળકીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ તમામને નિત્યાનંદ આશ્રમમાં મોકલી આપવામાં આવી હતી. ત્યાર બાદ ચાઈલ્ડ વેલ્ફેર સંસ્થાના કર્મચારીના સ્નેહીજનમાં માણસાાનો યુવક લગ્ન માટે યુવતીની શોધમાં હતો.

તે સમયે તે પરિવારને સમગ્ર બાબત અંગે વાત કરવામાં આવી હતી અને પછી પરિવાર લગ્ન માટે તૈયાર થતાં ચાઈલ્ડ વેલ્ફેર સંસ્થાએ એક રિપોર્ટ તૈયાર કરી જ્યુડિશિયલમાં મોકલ્યો હતો. જેમણે યુવકનું કાઉન્સેલિંગ કર્યું હતો ત્યાર બાદ તે રિપોર્ટ અમદાવાદ શહેર પોલીસ, કલેક્ટર, ન્યાયાધીશને મોકલ્યો હતો. તેમને ચકાસણી કર્યાં બાદ બન્ને યુવક-યુવતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

અનાથ યુવતી સાથે એન્જિનિયર યુવકના લગ્ન થતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લગ્ન બાદ વરરાજા વિપુલ પટેલે જણાવ્યું હતું કે, પરિવારના લોકો દ્વારા લગ્ન માટે યુવતીની શોધી રહ્યા હતાં તે દરમિયાન પરિવારના નજીકના મિત્ર દ્વારા જાણકારી આપતા જણાવવામાં આવ્યું હતું કે, નિત્યાનંદ આશ્રમમાં યુવતી છે અને આશ્રમના લોકો સારો છોકરો શોધી રહ્યા છે. જેને લઈને વાતચીત કરતા આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Embark into this cosmic journey of imagination and let your thoughts soar! ✨ Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

  2. I played on this casino platform and succeeded a considerable amount, but later, my mother fell sick, and I required to withdraw some earnings from my balance. Unfortunately, I encountered difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to such gambling platform. I plead for your assistance in reporting this website. Please help me to obtain justice, so that others won’t face the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. I engaged in this online casino platform and achieved a considerable sum of money. However, eventually, my mom fell became very sick, and I had to take out some funds from my casino account. Regrettably, I experienced problems and couldn’t finalize the cashout. Tragically, my mother lost her life due to such gambling platform. I strongly appeal for your assistance in bringing attention to this online casino. Please support me in seeking justice, so that others won’t have to the pain and suffering I’m going through today, and avoid them from going through the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page