Tuesday, April 23, 2024
Google search engine
HomeGujaratહોથોડાથી શિરો તોડવાનો વીડિયો કયા ગામનો છે? આ શિરો બનાવનારનું કારીગરનું નામ...

હોથોડાથી શિરો તોડવાનો વીડિયો કયા ગામનો છે? આ શિરો બનાવનારનું કારીગરનું નામ શું? જાણો

તમે શીરો તો અનેકવાર ખાધો હશે. શીરો એટલો પોચો હોય છે કે મોંમાં મુકતા જ પેટમાં ઉતરી જાય. પણ સોશિયલ મીડિયામાં શીરાનો એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં શીરો એટલો કડક બન્યો હતો કે તેને ઉખેડવા માટે હથોડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ વાઈરલ થયો હતો. લોકોએ પણ આ વીડિયો જાતભાતની કમેન્ટ કરી હતી. અમે આ વીડિયો ક્યાંનો છે અને શીરો કોના માટે બનાવવામાં આવ્યો હતો એ શોધીને લાવ્યા છીએ.

આ વીડિઓ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના બેપાદર ગામો છે. ગામમાં ઉતરાયણ પર્વ ઉપર લોક ભાગીદારીથી દર વર્ષે મંદિરમાં શીરો બનાવવામાં આવે છે. આ વખતે પણ ગામના રહેવાસી બાવાભાઇ ચૌધરી દ્વારા લોક ભાગીદારીથી મંદિરમાં કારીગર પાસે શીરો બનાવ્યો હતો.

તમને જાણીને નવાઈ લાગશે કે આ શીરો માણસો માટે બનાવવામાં આવ્યો નહોતો. આ શીરો ઉતરાયણ પર્વ ઉપર શ્વાનને જમાડવા માટે બનવવામાં આવ્યો હતો. રાત્રે શીરો બનાવવાની શરૂઆત કરવામાં આવી અને વહેલી સવાર સુધીમાં શીરો બનીને તૈયાર પણ થઇ ગયો. પણ જ્યારે તેને વાસણમાં લેવાની કોશિશ કરી તો ત્યાં હાજર તમામ લોકો ચોંકી ગયા. શીરાની બનાવટમાં થોડી ભૂલ રહી જતા શીરો લોખંડ જેવા બની ગયો હતો. તેને ટાંકણા અને હથોડીથી તોડી તેના ટુકડા કરવામાં આવ્યા. જેનો વીડિયો ગુજરાતભરમાં વાઈરલ થઈ ગયો હતો.

ગામના રહેવાસી બાવાભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે આ બગડી ગયેલો શીરો ફેંકી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં શ્વાન માટે ફરીથી નવો શીરો બનાવડાવી તેને ખવડાવવામાં આવ્યો હતો.

બેપાદર ગામ એ આમ પણ જીવ દયા પ્રેમીઓનું ગામ ગણાય છે. વર્ષોથી શ્વાનો માટે આ ગામમાં શીરો બનાવવામાં આવે છે. એટલું જ નહીં, ગામ વચ્ચે કબુતરોને ચણ પણ નાખવામાં આવે છે. જોકે ચાલુ સાલે શીરો બનાવતા થોડી ભૂલ થઈ જતાં આ ઘટના બની હતી. જો કે એવી શું ભૂલ થઇ ગઇ તે અંગે ગામના લોકો ખુલીને બોલવા તૈયાર નથી. પરંતુ એટલું જરૂર છે કે જડબાતોડ શીરાએ ગામનું નામ જરૂરથી ચર્ચાસ્પદ બનાવી દીધું છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Embark into this exciting adventure of knowledge and let your mind fly! ? Don’t just enjoy, savor the thrill! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

  2. Найліпший вибір для пригодницького духу
    Збереження безпеки
    тактичний військовий рюкзак [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]тактичний військовий рюкзак[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page