Friday, April 19, 2024
Google search engine
HomeNational10 વર્ષની તનતોડ મહેનતે ગરીબ ઘરનો યુવાન આ રીતે બન્યો કોન્સ્ટેબલમાંથી એસીપી

10 વર્ષની તનતોડ મહેનતે ગરીબ ઘરનો યુવાન આ રીતે બન્યો કોન્સ્ટેબલમાંથી એસીપી

દરેક લોકો માટે પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. ફિરોઝ આલમ નામના પોલીસ કોન્સ્ટેબલે પોતાની ધગશ અને મહેનતથી યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. તેઓ પોલીસની પીસીઆર યૂનિટમાં તહેનાત હતાં. યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા પછી ફિરોઝ આલમ હવે દિલ્હી પોલીસમાં ACPની ટ્રેનિંગ લઈ રહ્યા છે.

દિલ્હીમાં ફિરોઝ આલમ 10 વર્ષથી દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતાં હતાં. આ સાથે જ તે સતત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરતાં હતાં. તેમણએ દેશની સૌથી પ્રતિષ્ઠિત યુપીએસસીની તૈયારી કરી પરીક્ષામાં પાસ થઈ સાબિત કર્યું છે કે, હંમેશા કરેલી મહેનત રંગ લાવે છે. ફિરોઝ દિલ્હી પોલીસમાં એસીપી બની ગયા છે. અત્યારે તેમની ટ્રેનિંગ દિલ્હી પોલીસ ટ્રેનિંગ સેન્ટ ઝડોદાકલામાં ચાલી રહી છે અને આવતાં વર્ષે માર્ચ મહિના સુધી તેમનું પોસ્ટિંગ પણ થઈ જશે.

ફિરોઝ મૂળ હાપુડ પિલખુવાના રહેવાસી છે. તેમનો જન્મ પિલખુવાના આઝમપુર દેહરા ગામમાં થયો હતો. મોહમ્મદ શહાદત અને મુન્ની બાનોના ઘરે જન્મેલા ફિરોઝ 12માં ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી વર્ષ 2010માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મળી હતી. ફિરોઝના પરિવારમાં પાંચ ભાઈ અને ત્રણ બહેન છે.

ફિરોઝે જણાવ્યું કે, ‘‘વર્ષ 2010માં દિલ્હી પોલીસ જોઈન કર્યા પછી હું સિનિયર ઓફિસરના કામકાજની રીત અને તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયો. આ પછી મેં નક્કી કરી લીધું હતું કે, મારે પણ ઓફિસર બનવું છે અને તેનો એકમાત્ર રસ્તો હતો, યુપીએસસી. એવામાં મેં નોકરીની સાથે પરીક્ષાની તૈયારી કરવાનું પણ શરૂ કરી દીધું હતું.’’

ફિરોઝે કહ્યું, ‘‘યુપીએસસી પાસ કરવાનું જેટલું મેં વિચાર્યું હતું એટલું સરળ નહોતું. હું સતત ફેઇલ થતો ગયો. પાંચવાર અસફળ થયાં પછી મેં ઓફિસર બનવાનું સપનું લગભગ છોડી દીધું હતું.

મારી સાથે જ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના નવલગઢ તાલુકાના દેવીપુરાના વિજયસિંહ ગુર્જર જ્યારે દિલ્હી પોલીસ કોન્સ્ટેબલમાંથી IPS બન્યા પછી મારામાં પણ હિંમત આવી અને મેં છઠ્ઠો પ્રયત્ન કર્યો. વર્ષ 2019માં મેં 645માં રેન્ક સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી હતી.’’

RELATED ARTICLES

3 COMMENTS

  1. I engaged on this online casino site and managed a significant amount, but later, my mom fell sick, and I required to cash out some earnings from my casino account. Unfortunately, I encountered difficulties and was unable to withdraw the funds. Tragically, my mother passed away due to such casino site. I plead for your assistance in bringing attention to this site. Please support me to achieve justice, so that others won’t face the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

  2. Як знайти найкращий тактичний рюкзак
    Комфорт та зручність
    рюкзаки тактичні військові [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]рюкзаки тактичні військові[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page