Friday, April 12, 2024
Google search engine
HomeNationalદીકરીના જન્મની ભવ્ય ઉજવણી, આખા ગામમાં બેન્ડબાજા સાથે દીકરીને ફેરવી મીઠાઈ વહેંચી

દીકરીના જન્મની ભવ્ય ઉજવણી, આખા ગામમાં બેન્ડબાજા સાથે દીકરીને ફેરવી મીઠાઈ વહેંચી

આજના સમયે પણ ઘણા લોકો એવા છે દીકરા-દીકરીમાં ભેદભાવ કરે છે, ઘણા લોકો દીકરીના જન્મને શ્રાપ માને છે, ઘણા સ્થળોએ દીકરીઓને જન્મ પહેલા જ મારી નાંખવામા આવે છે. પરંતુ મધ્ય પ્રદેશના ભિંડથી એક હૃદય સ્પર્શી તસવીર સામે આવી રહી છે.

અહીં એક પરિવારે દીકરીના જન્મ પર એવી ઉજવણી કરી કે લોકો જોતા રહી ગયા. દીકરીના ગૃહ પ્રવેશ સમયે ઘરને દુલ્હનની જેમ શણગારવામા આવે છે. એવું લાગતું હતું જાણે ઘરમાં દિવાળીનો માહોલ હોય.

આ અનોખી ઉજવણી ભિંડના ગિર્જુરા ગામમાં કરવામા આવી. જ્યાં ગિરીશ શર્મા નામના વ્યક્તિના ઘરે જોડિયા બાળકોનો જન્મ થયો હતો. જેમાં એક દીકરો અને એક દીકરી હતા. પરિવારને દીકરીનો પણ જન્મ થયો હોવાની જાણ થતા જ તેઓ ઘણા ખુશ થયા હતા.

પરિવારે દીકરીને હોસ્પિટલથી ઘરે લઈ જવા એક કારને ફૂલથી શણગારી અને ઘર બહાર રેડ કાર્પેટ બિછાવી હતી. આ સાથે ઘરની દિવાલો પર બલૂન લગાવ્યા હતા. ઘર બહાર બેંડ બાજા અને મિઠાઈની વ્યવસ્થા કરવામા આવી હતી.

હોસ્પિટલથી બાળકીને કારમાં લઈને આવ્યા અને માતા લક્ષ્મીની જેમ તેને ઘરમાં આવકારવામા આવી. પરિવારના તમામ લોકોએ બાળકી પર ફૂલોની વર્ષા કરી અને અમુક લોકોએ ડાન્સ પણ કર્યો હતો.

દરવાજા પર બાળકીના પગના નિશાન બેસાડવામાં આવ્યા. ઘરે પહોંચી તરાજુ પર ફુલો અને મિઠાઈથી બાળકીનું તુલાદાન કરવામા આવ્યું. જે પછી મહિલાઓએ મંગલગીતો ગાયા.

આ સ્થિતિ જોઈ એવું લાગ્યું કે જાણે ઘરમાં કોઈના લગ્ન હોય. પરિવારના સભ્ય ગિરિશ શર્માએ કહ્યું કે, “ઘણા વર્ષો રાહ જોયા બાદ પરિવારમાં દીકરીનો જન્મ થયો છે. અમે દીકરીના જન્મની રાહ જોતા અને દર વખતે દીકરાનો જન્મ થતો હતો. હવે ભગવાને અમારી ઈચ્છા પૂર્ણ કરી છે.”

દીકરીના જન્મ બાદ ઘરમાં દીવાળી જેવો માહોલ સર્જાયો હતો.

 

ફુલોની ઉપર કપડું રાખી દીકરીના કંકુ પગલા લેવામાં આવ્યા હતા.

દીકરીના પગથી કળશ ઢોળીને ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of excitement! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Embark into this thrilling experience of imagination and let your imagination soar! ? Don’t just enjoy, savor the thrill! ? Your brain will thank you for this exciting journey through the realms of awe! ✨

  2. I participated on this online casino site and succeeded a substantial cash, but later, my mother fell ill, and I needed to take out some funds from my account. Unfortunately, I faced issues and was unable to complete the withdrawal. Tragically, my mother died due to this casino site. I request for your help in reporting this site. Please help me to obtain justice, so that others won’t undergo the pain I am going through today, and stop them from shedding tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page