Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywood'ઇન્ડિયન આઇડલ' વિનર બનવા છતાંય પવનદીપ કેમ ખુશ નથી? જણાવ્યું ખાસ કારણ

‘ઇન્ડિયન આઇડલ’ વિનર બનવા છતાંય પવનદીપ કેમ ખુશ નથી? જણાવ્યું ખાસ કારણ

મુંબઈઃ ‘ઇન્ડિયન આઇડલ 12’નો વિનર પવનદીપ બન્યો છે. આ શો છેલ્લાં છ મહિનાથી પણ વધુ સમયથી ટીવી પર આવતો હતો. ચાહકો પવનદીપ જીતતા ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી, પરંતુ સિંગરે એક ચોંકાવનારી વાત કહી હતી. પવનદીપે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ટ્રોફી જીતીને સારું ફીલ કરતો નથી. કારણ કે તેને લાગે છે કે જીતના હકદાર તમામે તમામ ફાઇનલિસ્ટ હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પવનદીપે શો જીત્યા બાદ પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે ફિનાલેની લાસ્ટ મોમેન્ટ અંગે વધુ કંઈ વિચાર્યું નહોતું, તેના મનમાં બસ એક જ વિચાર હતો કે જે પણ ટ્રોફી જીતશે, તે એક મિત્રની પાસે જ હશે. તેઓ પરિવારની જેમ સાથે રહેતા હતા.

વધુમાં પવનદીપે કહ્યું હતું કે જોકે, હવે તેને ટ્રોફી મળી છે અને તેને સારું ફીલ થતું નથી. જીત તમામ ડિઝર્વ કરતા હતા. તેઓ સાથે મળીને મ્યૂઝિક ક્રિએટ કરશે અને તમામ એકબીજાના સંપર્કમાં રહેશે.

સિંગરે આગળ કહ્યું હતું કે તેનો પરિવાર ફિનાલેમાં હાજર રહ્યો હતો અને તેના ખાસ મિત્રો પણ હતા. તમામ લોકો ઘણાં જ ઉત્સાહમાં હતા. તેને ટ્રોફી મળી ત્યારે તેની માતાની આંખમાંથી આંસુ છલકાઈ ઉઠ્યા હતા.

પવનદીપે અન્ય એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને કંઈ જ ખ્યાલ નહોતો, તેને દરેક બાબત સપના જેવી લાગતી હતી. તેણે શો જીત્યો તો તમામે તેને ઉંચકી લીધો હતો અને તે એમ જ વિચારતો હતો કે આ કેવી રીતે શક્ય બન્યું. જીવનમાં ઘણી બાબતો એવી બને છે, જે તમારી સમજની બહાર હોય છે.

ઉલ્લેખનીય છે કે ‘ઇન્ડિયન આઇડલ 12’ની ગ્રાન્ડ ફિનાલેમાં પવનદીપ વિનર બન્યો છે તો અરૂણિતા કાંજીલાલ ફર્સ્ટ રનરઅપ તથા સયાલી કામ્બલે સેકન્ડ રનરઅપ બની છે. આ ઉપરાંત મોહમ્મદ દાનિશ ચોથા, નિહાર ટૌરો પાંચમા તથા શન્મુખા પ્રિયા છઠ્ઠા સ્થાને રહી હતી. પવનદીપને ટ્રોફી ઉપરાંત 25 લાખ રૂપિયા તથા લક્ઝૂરિયસ કાર મળી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! ? ? into this cosmic journey of knowledge and let your thoughts soar! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the dimensions of awe! ?

  2. I engaged on this casino platform and succeeded a considerable cash, but eventually, my mother fell sick, and I required to take out some earnings from my balance. Unfortunately, I faced issues and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to such online casino. I plead for your help in lodging a complaint against this online casino. Please support me to achieve justice, so that others won’t have to face the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #MindBlown ? into this exciting adventure of imagination and let your thoughts fly! ? Don’t just enjoy, experience the excitement! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page