Tuesday, April 23, 2024
Google search engine
HomeGujaratવડોદરામાં ત્રણ વર્ષની ફૂલ જેવી બાળકીનું કોરોનાથી થયું મોત, પરિવારમાં છવાયો આંક્રદ

વડોદરામાં ત્રણ વર્ષની ફૂલ જેવી બાળકીનું કોરોનાથી થયું મોત, પરિવારમાં છવાયો આંક્રદ

કોરોનાની ત્રીજી લહેરે અનેકવિધ બીમારીથી પીડાતી કોરોના પોઝિટિવ 3 વર્ષની શ્રમજીવી પરિવારની બાળકીનો ભોગ લીધો છે. જોકે, પરિવારે ગોત્રી હોસ્પિટલમાં યોગ્ય સારવારના અભાવે બાળકીનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને બાળકીના મૃતદેહને વતન લઇ જવાની જીદ પકડી હતી. જોકે, સમજાવટ બાદ તંત્ર દ્વારા કોવિડની ગાઇડલાઇન મુજબ ગોત્રી સ્મશાનમાં દફનવિધિ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રનું પરિવાર વડોદરામાં મજૂરી કામ માટે આવ્યું હતું. વડોદરાના સુભાનપુરા હરિઓમનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની 3 વર્ષની દીકરીની મોડી રાત્રે તબિયત બગડતા અને બેભાન થઇ જતાં પરિવાર ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયું હતું. જ્યાં કોવિડની ગાઇડલાઇન મુજબ તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવતા બાળકોના કોવિડ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન, બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આજે સવારે પરિવારને બાળકીના મોતના સમાચાર મળતા હોસ્પિટલમાં બાળકીની માતા સહિત પરિવારે આક્રંદ શરૂ કર્યું હતું. તે સાથે પરિવારે મૃતક બાળકીને વતનમાં લઇ જવાની જીદ પકડી હતી અને દીકરીના મોત માટે હોસ્પિટલને જવાબદાર ઠેરવી નારાજગી વ્યક્ત કરી હતી.

પરિવારના વાલીબેને જણાવ્યું હતું કે, દીકરી રાત્રે 10 વાગ્યા સુધી મોબાઇલ ફોનમાં રમતી હતી. દરમિયાન એકાએક તેણે તાવ ચઢતા બેભાન થઇ ગઇ હતી. તુરંત જ તણે ગોત્રી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સવારે ડોક્ટરોએ કોરોના થતાં મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. જે અમારા માનવામાં આવતું નથી.

જ્યારે હોસ્પિટલના બાઇટ- ડો. હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે, મોડી રાત્રે દોઢ વાગે બાળકીને બેભાન અવસ્થામાં પરિવારનો હોસ્પિટલમાં લાવ્યા હતા. તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો. જેથી તેણે હોસ્પિટલમાં બાળકોના કોવિડ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. આ બાળકી માલન્યુટ્રીશન જેવી બીમારીથી પીડિત હતી. જેમાં કોરોના પોઝિટિવ આવતા તેનું મોત નિપજ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે, પરિવાર અ શિક્ષિત હોવાના કારણે મૃતક દીકરીની અંતિમવિધિ માટે મૃતક દીકરીની લાશ વતનમાં લઈ જવા માગતા હતા. પરંતુ, કોવિડની ગાઇડલાઇન મુજબ આપી શકાય નહીં. જેથી પરિવારને સમજાવી મૃતક બાળકીની દફનવિધિ કોવિડ ગાઇડલાઇન મુજબ પીપીઇ કીટથી પેક કરી ગોત્રી સ્મશાનમાં કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! ? Dive into this thrilling experience of discovery and let your imagination soar! ? Don’t just read, experience the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the worlds of awe! ✨

  2. I tried my luck on this casino website and secured a considerable pile of cash. However, afterward, my mom fell gravely sick, and I needed to cash out some earnings from my account. Unfortunately, I experienced difficulties and was unable to finalize the cashout. Tragically, my mom died due to this gambling platform. I earnestly ask for your help in bringing attention to this issue with the site. Please aid me to find justice, to ensure others do not experience the hardship I’m facing today, and stop them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page