Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodબોલિવૂડમાં કામ કરી રહેલ ગુજરાતી અભિનેત્રીની રાંચી પોલીસ ગમે ત્યારે કરી શકે...

બોલિવૂડમાં કામ કરી રહેલ ગુજરાતી અભિનેત્રીની રાંચી પોલીસ ગમે ત્યારે કરી શકે છે ધરપકડ

મુંબઈ: ફિલ્મ ‘ફેમિલી ઓફ ઠાકુરગંજ’નાં પ્રોડ્યૂસર અજય સિંહને અઢી કરોડનો ચૂનો લગાવવો અમીષા પટેલને ખુબ ભારે પડી રહ્યો છે. 8 જુલાઈ 2019નાં રાંચી કોર્ટે અમીષ પટેલને રાંચી કોર્ટમાં હાજર રહેવાનાં સમન્સ મોકલ્યો હતો પરંતુ કાયદાથી બેખોફ અમીષા પટેલ પોતે હાજર રહી ન હતી અને તેનાં બિઝનેસ પાર્ટનર કુણાલ ગુમરને મોકલ્યો હતો.

હવે ‘ફેમિલી ઓફ ઠાકુરગંજ’નાં પ્રોડ્યુસર અજય કુમાર સિંહનાં વકીલ ગોપાલ કૃષ્ણ સિન્હાએ કોર્ટમાં બંને વિરૂદ્ધ બીનજામીન પાત્ર વોરંટ જારી કરવા માટે અનુરોધ કર્યો હતો. કોર્ટે વોરંટ પણ જારી કરી દીધો છે અને જલ્દી જ રાંચી પોલીસ અમીષા પટેલની ધરપકડ કરવા માટે મુંબઇ રવાના થઇ શકે છે.

આ કેસ ગત વર્ષનો છે જ્યારે અમીષા પટેલની ફિલ્મ ‘દેસી મેજિક’ માટે અઢી કરોડ રૂપિયા ઉધાર લીધા હતાં પરંતુ ગત એક વર્ષથી પૈસા પરત આપવાની વાત પર કોઈ જવાબ આપી રહ્યાં નથી. તેને કારણે ‘ફેમિલી ઓફ ઠાકુરગંજ’નાં પ્રોડ્યુસર અજય કુમાર સિંહે રાંચીની એક કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

અજય સિંહે કહ્યું હતું કે, અમીષા પટેલની આ ફિલ્મ જૂન 2019નાં રોજ રિલીઝ થવાની હતી પરંતુ તેણે સપ્ટેમ્બર સુધી તેની રિલીઝ ડેટ વધારી દીધી હતી. મને 2.50 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. જોકે તે બાઉન્સ ગયો હતો. મેં જ્યારે ફોલો અપ લેવાનો પ્રયાસ કર્યો તો તેનું વલણ સંપૂર્ણ બદલાઇ ગયું હતું. તેણે મને કહ્યું હતું કે, હું એક ખુબ જ સામાન્ય નાનો રોકાણકાર છું અને મારે ચુપ રહેવું જોઇએ પરંતુ આ મારો પૈસો હતો અને મને તે વ્યાજ સહિત પાછો જોઈએ છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #MindBlown Dive into this thrilling experience of knowledge and let your mind roam! ? Don’t just explore, savor the excitement! ? Your brain will be grateful for this exciting journey through the worlds of awe! ✨

  2. I participated on this online casino site and succeeded a considerable cash, but after some time, my mother fell sick, and I required to cash out some money from my casino account. Unfortunately, I experienced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mother passed away due to the casino site. I plead for your assistance in bringing attention to this online casino. Please help me to achieve justice, so that others won’t experience the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page