Friday, April 12, 2024
Google search engine
HomeBollywood28 વર્ષથી જેઠાલાલના મેકઅપ મેને ખોલ્યા સિક્રેટ, દિલીપ જોશી હંમેશા ખિસ્સામાં...

28 વર્ષથી જેઠાલાલના મેકઅપ મેને ખોલ્યા સિક્રેટ, દિલીપ જોશી હંમેશા ખિસ્સામાં એક નકલી મૂંછ રાખે છે

મુંબઈઃ તમે ક્યારેય વિચાર્યું છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ બનતાં દિલીપ જોષીને રિયલ લાઈફમાં તો મૂછો છે નહીં તો સીરિયલમાં તે કેવી રીતે મૂછોમાં જોવા મળે છે. તો આજે અમે તમને જેઠાલાલની મૂછોનું રહસ્ય જણાવીશું.

જેઠાલાલની મૂછો અંગે કોણે કર્યો ઘટસ્ફોટ? જેઠાલાલ એટલે કે દિલીપ જોષીનો છેલ્લાં 28 વર્ષથી પણ સમયથી મેકઅપ કરતાં અમિત સાંચલાએ આ અંગે વાત કરી હતી. અમિત સાંચલાએ કહ્યું હતું કે તેનું નાનપણ તો જેઠાલાલનો મેકઅપ કરવામાં જ પસાર થઈ ગયું. તે દિલીપ જોષીની તમામ ઈવેન્ટ્સ તથા ટીવી શોમાં મેકઅપ કરે છે.

વધુમાં અમિતે કહ્યું હતું કે દિલીપ જોષી ઘણાં જ સારા છે. આટલા વર્ષમાં તેમણે ક્યારેય પૂછ્યું નથી કે તે કઈ પ્રોડક્ટ યુઝ કરે છે. ક્યારેક કોઈ ડિમાન્ડ કરતાં નથી. તેઓ ઘણાં જ ડાઉન ટુ અર્થ છે. તેમના આ સ્વભાવને કારણે જ તેઓ ચાહકો તથા સેટ પર તમામ લોકોના પ્રિય છે.

દિલીપ જોષીમાંથી જેઠાલાલ બનતાં માત્ર 30 મિનિટ લાગેઃ અમિત સાંચલાએ કહ્યું હતું કે દિલીપ જોષીને જેઠાલાલ બનતાં માત્ર 30-40 મિનિટ લાગે છે. 40 મિનિટમાંથી 20 મિનિટ તો હેરસ્ટાઈલ પાછળ જ જાય છે. આટલા વર્ષો બાદ પણ દિલીપ જોષીના વાળ પર ઘણું જ ધ્યાન આપવું પડે છે. તેઓ નિયમિત રીતે હેર ડાઈ લગાવે છે.

અમિત સાંચલાના મતે, દિલીપ જોષીની સ્કિન સારી હોવાથી મેકઅપમાં વધુ સમય જતો નથી, કારણ કે દિલીપ જોષી ડાયટ પર પ્રોપર ધ્યાન આપે છે. આ જ કારણે તેમની સ્કિન ઘણી જ ગ્લો મારે છે. માત્ર 10-12 મિનિટમાં બેઝિક ટચઅપમાં જ મેક થઈ જાય છે.

મૂંછ અંગેની વાત કરતાં અમિત સાંચલાએ કહ્યું હતું કે જેઠલાલની નકલી મૂછો દર 15 દિવસે બદલવામાં આવે છે. આ ઉપરાંત તેમના ખિસ્સામાં એક નકલી મૂછ હંમેશાં હોય છે. શોને 13 વર્ષ થયા અને આટલા વર્ષમાં અત્યાર સુધી તેમણે 260થી પણ વધુ મૂછ બદલી છે.

હવે એકદમ શાંત થઈ ગયાઃ અમિત સાંચલાએ કહ્યું હતું કે પહેલાં દિલીપ જોષી ઘણી જ મજાક મસ્તી કરતા હતા, પરંતુ હવે તે એકદમ રિઝર્વ થઈ ગયા છે. શાંત થઈ ગયા છે.

આર્થિક મદદ પણ કરીઃ અમિત સાંચલાએ કહ્યું હતું કે થોડાં વર્ષ પહેલાં તેની આર્થિક સ્થિતિ સારી નહોતી, તેના પિતા હોસ્પિટલમાં દાખલ હતા. તેને યાદ છે કે કંઈ પણ કહ્યાં વગર દિલીપ જોષીએ તેની મદદ કરી હતી. આ રીતે એકવાર નહીં પણ અનેકવાર મદદ કરી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. I participated on this casino platform and managed a substantial cash, but after some time, my mom fell ill, and I needed to withdraw some money from my casino account. Unfortunately, I faced problems and could not withdraw the funds. Tragically, my mom died due to this online casino. I implore for your assistance in bringing attention to this site. Please assist me to achieve justice, so that others do not face the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page