Friday, April 19, 2024
Google search engine
HomeRecipeજોતા જ ખાવાનું મન થશે ગરમાગરમ પાલક મેથીના મુઠીયા

જોતા જ ખાવાનું મન થશે ગરમાગરમ પાલક મેથીના મુઠીયા

અમદાવાદઃ સાંજે ચાની ચુસ્કી સાથે ગરમા-ગરમ નાસ્તો ખાવાની મજા અનેરી હોય છે. જીભનો ચટાકો સંતોષવા માટે બનાવો હેલ્ધી ગરમાગરમ પાલક મેથી મુઠીયા

સામગ્રીઃ

– 3 કપ સમારેલી પાલક
– 1 ½ કપ સમારેલી મેથી
– ¼ કપ ઘઉંનો લોટ
– ¼ કપ સોયાનો લોટ
– 2 ચમચા સોજી
– 1 ચમચી ખાંડ
– 2 ચમચી લીલા મરચાની પેસ્ટ
– ½ ચમચી લાલ મરચું પાઉડર
– 2 ચમચી ધાણાજીરૂ
– ¼ ચમચી હીંગ
– 2 ચમચી તેલ
– ½ ચમચી લીંબુનો રસ
– મીઠુ સ્વાદ મુજબ

વઘાર માટે
– 1 ચમચી તેલ
– ½ ચમચી રાઈ
– ½ ચમચી તલ
– 1 ચપટી હિંગ

રીતઃ

1. વઘાર સિવાયની બધી સામગ્રી એક બાઉલમાં લઈ જરૂર પડે તો થોડુ પાણી ઉમેરીને નરમ લોટ બાંધી લો.

2. આ લોટને 15 મિનીટ રહેવા દો. પછી એ લોટમાંથી થોડો લોટ હાથમાં લઈ મુઠીમાં દબાવીને મુઠીયા બનાવી લો. બનાવેલા મુઠીયાને ઢોકળીયામાં પાણી ઉકાળી તેની પ્લેટ ઉપર મુકીને ઢોકળીયું ઢાંકી ચડવા દો.

3. 15 મિનીટ તેને ખોલીને જુઓ મુઠીયામાં ચપ્પુ ભરાવો. જો ચપ્પુમાં લોટ ચોંટે નહીં તો તે પાકી ગયા તેમ સમજવું. જો લોટ ચોંટે તો ફરી તેને વરાળે બફાવા દેવા. ઢોકળીયું ન હોય તો મોટા તપેલામાં પાણી ઉકાળવું. તેમાં પાણીથી ઉપર રહે તે રીતે ચાળણી મુકી તેમાં મુઠીયા મુકીને વરાળે બાફવા.
મુઠીયા બફાઈ જાય પછી તેને કાઢીને થોડા ઠંડા થવા દેવા.

4. ઠંડા થઈ જાય એટલે તેના ટુકડા કરી લેવા. એક પેનમાં તેલ ગરમ કરવું.

5. તેમાં રાઈ અને હિંગનો વઘાર કરવો પછી તેલ ઉમેરવા તે તડતડે એટલે તેમાં મુઠીયા ઉમેરીને થોડીવાર સાંતળવા.

તૈયાર છે પાલક મેથીના મુઠીયા.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! ? Embark into this thrilling experience of imagination and let your thoughts soar! ? Don’t just enjoy, immerse yourself in the excitement! ? ? will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page