Tuesday, April 9, 2024
Google search engine
HomeGujarat2 લાખની લાંચ લેતાં મહિલા TDO પકડાયા, પંચાયતમાં લોકોએ ફોડ્યા ફટાકડાં

2 લાખની લાંચ લેતાં મહિલા TDO પકડાયા, પંચાયતમાં લોકોએ ફોડ્યા ફટાકડાં

શહેરા ટીડીઓ સહિત કરાર આધારીત 4 કર્મીઓને રૂા.4.45 લાખના લાંચકાંડમાં એલસીબીએ પકડયા હતા. એસીબીએ લાંચકાંડમાં શહેરા ટીડીઓ ઝરીના અંસારી, હેમંત પ્રજાપતિ, કિર્તીપાલ સોલંકી તથા રીયાઝ મનસુરીને પકડીને કાર્યવાહી કરી હતી. ત્યારે તમામ તપાસ મહિસાગર એસીબીને સોપી છે. શહેરા ટીડીઓ ઝરીના અંસારીના રિવોલ્વર વાળા ફોટા સોસિયલ મિડીયામાં વાઇરલ થયા હતા. મહીસાગર ACB ટીમે ટીડીઓની લાયસન્સ સાથેની રિવોલ્વર સહીત મુદામાલ કબ્જે લીધી હતી.

શહેરા તાલુકા ભાજપ પ્રમુખ તથા હોદ્દેદારો દ્વારા ટીડીઓ ઝરીના અન્સારીની ધરપકડ કરાતા શહેરા તાલુકા પંચાયતના પટાંગણમાં આતશબાજી કરી હતી. ભાજપ હોદ્દેદારોનું માનવું હતું કે જ્યારથી ટીડીઓ તરીકે ઝરીના અન્સારી આવ્યા છે. ત્યારથી તેઓ દ્વારા વિકાસના કામો પર સહીઓ ન થતા પંચાયતના વિકાસના કામો પર બ્રેક લાગી ગઈ હતી.

શરૂઆતમાં પ્રમાણિકતાની છબી ધરાવતા ટીડીઓ ઝરીના અંસારી દ્વારા લાંચમાં પકડાયા હતાં. અગાઉ પણ ટીડીઓની બદલી થતાં ત્યારે પણ ફટાકડા ફોડ્યા હતા. પકડાયેલા 4 કર્મીને એસીબી કોરોના રીપોર્ટ બાદ આજે કોર્ટમાં રજૂ કરશે.

શહેરામાં સરકારની વિવિધ યોજનામાં કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાક્ટરને એક ટેન્ડર શહેરા પંચમહાલ ખાતેનું મનરેગાનું મળ્યુ હતું. જેમાં તેણે મનરેગા યોજના હેઠળ ચાલતા રોડના, કૂવાના તથા ચેક વોલના કામ માટે રો-મટિરિયલ સપ્લાય કર્યું હતું. જે પેટે તેને તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતેથી રૂ. 2,75,00,000 તથા આર.આર.પી યોજના હેઠળ રૂપિયા 1,71,00,000ના બિલના ચેક મંજુર થયા હતા. જે પાસ કરાવવા આરોપી હેમંત મફતભાઇ પ્રજાપતિ, કિર્તીપાલ ઇન્દ્રસિંહ સોલંકી તથા TDO ઝરીના વસીમ અંસારીએ ફરિયાદી પાસે અગાઉ અલગ રકમ લીધી હતી.

હેમંત પ્રજાપતિ તથા કિર્તીપાલ સોલંકીએ ફરિયાદી પાસે વધુ રૂપિયા એક-એક લાખ તથા આરોપી ટીડીઓ ઝરીનાબેને આરોપી રીયાઝ મનસુરી મારફતે રૂા. 2,45,000ની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઇ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને આધારે બુધવારે એસીબીએ છટકું ગોઠવી આરોપી હેમંત પ્રજાપતિ, આરોપી કિર્તીપાલ સોલંકી તથા આરોપી રીયાઝ મનસુરીને કોન્ટ્રાકટરની ઓફિસેથી 1-1 લાખની લાંચ સ્વીકારતા ઝડપ્યા હતાં. તથા ટીડીઓ વતી લાંચ લેવા આવેલા રીયાઝ મનસુરીને શંકા જતાં લાંચની રકમ લીધી ન હતી.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I participated on this casino platform and succeeded a considerable sum of money, but after some time, my mom fell sick, and I needed to cash out some money from my account. Unfortunately, I faced issues and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to such online casino. I implore for your support in lodging a complaint against this website. Please help me to obtain justice, so that others do not undergo the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

  2. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Embark into this thrilling experience of knowledge and let your thoughts fly! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page