|

ઈસ્તમબુલમાં TMCના સાંસદ નૂસરત જહાં બિઝનેસમેન સાથે લગ્નગ્રંથીથી જોડાઈ, આ રહી તસવીરો

બંગાળી અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસના સાંસદ નૂસરત જહાંએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. નૂસરત જહાંએ બંગાળના જાણીતા બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્નગ્રંથીથી જોડાઈ છે. કપલના લગ્ન તુર્કીની રાજધાની ઈસ્તમબુલમાં યોજાયા હતાં. નૂસરત જહાંએ લગ્નની તસવીર શેર કરી હતી જેમાં તે પતિ સાથે રોમાન્ટિક પોઝ આપતી જોવા મળી હતી. નૂસરત જહાંએ લગ્નમાં લાલ રંગનો એમ્બ્રોઈડરીવાળો લહેંગો પહેર્યો હતો જ્યારે નિખિલે વ્હાઈટ શેરવાની પહેરી હતી.

નૂસરતના લગ્ન પ્રાઈવેટ ડેસ્ટિનેશન વેડિંગ રહ્યા હતાં જેમાં બહુ નજીકના લોકો જ સામેલ થયા હતા. લગ્નમાં નૂસરત જહાંની ખાસ ફ્રેન્ડ અને TMCની યુવાન સાંસદ મિમિ ચક્રવર્તી પણ હાજર રહી હતી. 16 જૂને નૂસરત અને નિખિલ પરિવાર સાથે તુર્કી જવા રવાના થયા હતા. 17 જૂને ઈસ્તમબુલમાં પ્રી-વેડિંગ ફંક્શન યોજાયું હતું. 18 જૂને મહેંદી અને સંગીત સેરેમની યોજાઈ હતી અને 19 જૂને પારંપારિક રીતિ-રિવાજથી કપલે લગ્ન કર્યા હતાં. નૂસરત જહાં ભારત પરત આવીને શાનદાર રિસેપ્શન યોજશે.

નૂસરતના પતિ નિખિલ કોલકાતાના જાણીતા બિઝનેસમેન છે. નિખિલ અને નૂસરતની મુલાકાત ગયા વર્ષે દુર્ગા પૂજા દરમિયાન થઈ હતી. ત્યાર બાદ બંનેની એકબીજને મળતાં હતા મિત્રતા-મિત્રતામાં બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો.

નૂસરત જહાંએ 2010માં બ્યૂટી કોન્ટેસ્ટ જીતીને મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. નૂસરતે ફિલ્મ ‘શોતરૂ’થી ડેબ્યૂ કર્યું હતું. ‘ખોખા 420’, ‘ખિલાડી’, ‘સોંધે નમાર આગેય’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

નૂસરત બંગાળની બસીરહાટ બેઠક પરથી ચૂંટણી લડી હતી. નૂસરતે બસીરહાટ બેઠક પર ભાજપના ઉમેદવાર સાયંતન બાસુને સાડા ત્રણ લાખથી વધુ મતથી હરાવ્યા હતા.

કપલના લગ્ન તુર્કીની રાજધાની ઈસ્તમબુલમાં યોજાયા હતાં. નૂસરત જહાંએ લગ્નની તસવીર શેર કરી હતી જેમાં તે પતિ સાથે રોમાન્ટિક પોઝ આપતી જોવા મળી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *