Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratવડોદરા: શહીદ જવાનની પત્નીએ સોળે શણગારથી સજ્જ થઈને પતિને આપી અંતિમ વિદાય

વડોદરા: શહીદ જવાનની પત્નીએ સોળે શણગારથી સજ્જ થઈને પતિને આપી અંતિમ વિદાય

વડોદરા: વડોદરાના રહેવાસી સંજય સાધુ આસામની સરહદે BSFમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં શહીદ થયા હતા. વડોદરામાં ચોધાર આંસુએ રાષ્ટ્રીય સન્માન સાથે શહીદ સંજય સાધુને અંતિમ વિદાય આપવામાં આવી હતી. ધ્રૂસકે ધ્રૂસકે રડતાં શહીદના પત્ની બોલ્યા હતા કે, ‘મારી દીકરીઓ પપ્પાની રાહ જુવે છે, એમને હું શું જવાબ આપીશ’.

શહીદ સંજય સાધુની પત્નીએ રડતાં-રડતાં કહ્યું હતું કે, પતિ સાથે બહુ બધી યાદો જોડાયેલી છે. મને ગર્વ છે કે તેઓ દેશભક્તિ કરતા શહીદ થયા. દુ:ખ એટલું જ છે કે, હું મારી દીકરીઓ પપ્પાની રાહ જુએ છે તેમને હું શું જવાબ આપીશ. રવિવારે રાત્રે વીડિયો કોલ કર્યો હતો. ત્યારે મારી સાથે અને દીકરીઓ સાથે વાત કરી હતી. ત્યારે કહ્યું હતું કે, હવે આરામ કરવા જવું છું અને સદા માટે જતાં રહ્યાં.
વડોદરાના ગોરવા વિસ્તારમાં રેહતા કોમર્સ સ્નાતક થયેલા અને બીએસએફમાં ઈન્સપેક્ટર તરીકે છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવતાં 35 વર્ષીય સંજય સાધુ નામના જવાન ભારત બાંગ્લાદેશ સરહદ ખાતે સાઉથ સાલમારા મનકાચરકા જિલ્લા ખાતે પશુ તસ્કરોનો પીછો કરવા જતાં નાળામાં પડી ગયા હતા. જોકે આ દરમિયાન સાથી જવાનોએ તેમને બચાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે આ ઘટનામાં તેઓ 18 ઓગષ્ટ 2019એ સાંજે શહીદ થયા હતા.
RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! ? Embark into this cosmic journey of discovery and let your thoughts soar! ✨ Don’t just read, savor the excitement! #FuelForThought Your mind will thank you for this exciting journey through the dimensions of endless wonder! ✨

  2. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits ? into this cosmic journey of discovery and let your thoughts fly! ? Don’t just enjoy, experience the thrill! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page