Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalઅંબાણી પરિવારની નાની વહુ ટીનાએ મધર્સ-ડેના માતા-સાસુ સાથેની તસવીર શેર કરી, લખી...

અંબાણી પરિવારની નાની વહુ ટીનાએ મધર્સ-ડેના માતા-સાસુ સાથેની તસવીર શેર કરી, લખી આ વાત

મુંબઈઃ ધીરુભાઈ અંબાણી અને કોકિલા અંબાણીની નાની વહુ ટીના અંબાણીએ મધર્સ-ડેના પ્રસંગે પોતાની માતા અને સાસુને યાદ કરતા એક તસવીર શેર કરી હતી. આ દરમિયાન ટીના અંબાણીએ પોતાની માતાઓ વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે. ટીનાએ પોતાની પોસ્ટ સાથે અમુક તસવીરો શેર કરી છે. જેમાં ટીના અંબાણી પોતાના બંને બાળકો જય અનમોલ અને જય અંશુલ સાથે જોવા મળી રહી છે, જ્યારે એક તસવીરમાં તે માતા અને સાસુ સાથે જોવા મળે છે.

આ તસવીરો સાથે ટીના અંબાણીએ કેપ્શનમાં લખ્યું કે,‘વિશ્વમાં સૌથી ગરમ સ્થળ માતાના આલિંગનમાં છે, અવિશ્વસનીય, શુદ્ધ અને સૌથી અલગ પ્રેમનો સ્ત્રોત છે માતા. માતૃત્વ કરતા શ્રેષ્ઠ આનંદ બીજુ કોઈ જ નથી. વગર શરતનો પ્રેમ. મારી બંને માનો આભાર અને વહાલ. આજ તથા દરેક દિવસ માટે.’ગત વર્ષે 2020ના મધર્સ-ડેના પ્રસંગે પણ ટીનાએ પોતાના પરિવાર સાથેની અમુક તસવીરો શેર કરી હતી. આ સમયે તેણે લખ્યું હતું કે, ‘કઈ રીતે આ બંને મજબૂત મહિલાઓએ મને એક મા બનતા શીખવ્યું. એક માનો પ્રેમ શરતો વગર અને અનંતકાળ સુધીનો છે. આજે રોજ માતાને મિસ કરે છે. માતા અને કોકિલા માનો આભાર,’

11 ફેબ્રુઆરી, 1957ના મુંબઈમાં જન્મેલી ટીના મુનીમને અનિલ અંબાણીએ પ્રથમવાર 1986માં એક લગ્ન દરમિયાન જોઈ હતી. સમગ્ર પાર્ટીમાં ટીના જ એક માત્ર એવી મહિલા હતી જે બ્લેક સાડીમાં જોવા મળી રહી હતી. તેને જોતા જ અનિલ અંબાણી ટીનાના પ્રેમમાં પડ્યા અને જોતા જ રહી ગયા. બંને વચ્ચેની આ મુલાકાતનું કારણ ટીનાનો ભત્રીજો કરણ બન્યો. તે સમયે ટીના બોલિવૂડ સ્ટાર હતી. ટીનાએ અનિલ સાથેની મુલાકાત પહેલા રિલાયન્સ વિશે કંઈજ નહોતું સાંભળ્યું. જોકે ટીનાએ કહ્યું હતું કે- પ્રથમ મુલાકાતમાં જ અનિલ તેમને ઘણા ગમ્યા હતા.

અનિલ અને ટીનાની બીજી મુલાકાત અમેરિકામાં થઈ, જે નોર્મલ રહી. પરંતુ ટીના સતત અનિલની અવગણના કરતી રહી. તે અનિલને મળવા નહોતી માંગતી. જ્યારે અનિલની જીદને કારણે ટીના તેમને મળી તો તેમની સાદગીથી પ્રભાવિત થઈ. ટીના મુનિમે અનિલથી નિકટતા હોવાનો અનુભવ કર્યો. અનિલ તો પહેલાથી જ ટીનાના પ્રેમમાં હતા. જે પછી બંને ઘણા મહિના સુધી એકબીજાને ડેટ કરતા રહ્યાં. આ સમય સુધીમાં ટીના બોલિવૂડથી દૂર થઈ ગઈ હતી. અનિલે જ્યારે પરિવારજનોને ટીના વિશે જણાવ્યું તો પરિવારજનોએ આ સંબંધનો વિરોધ કર્યો. તેઓ નહોતા ઈચ્છતા કે ઘરની વહુ કોઈ એક્ટ્રેસ બને. પરિવારજનોના દબાણને કારણે અનિલે ટીનાથી દૂર થવાનો નિર્ણય લીધો.

જ્યારે અનિલ અંબાણીએ ટીનાને પોતાનો નિર્ણય જણાવ્યો ત્યારે ટીનાએ કોઈ રિએક્શન નહોતું આપ્યું. પરંતુ ટીનાને મોટો ઝાટકો લાગ્યો હતો. આ દરમિયાન ટીના બોલિવૂડ છોડી ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો કોર્સ કરવા અમેરિકા જતી રહી. 1989માં અમેરિકાના લૉસ એન્જિલિસમાં મોટો ભૂકંપ આવ્યો અને તે સમયે ટીના ત્યાં હતી. અનિલે જેમ-તેમ ટીનાનો નંબર શોધી તેને ફોન કર્યો. ફોન પર અનિલે ટીનાને માત્ર- તું ઠીક છે ને? એવો સવાલ કર્યો હતો. ટીનાનો જવાબ સાંભળ્યા બાદ અનિલે કોઈપણ પ્રકારની અન્ય વાતતીચ વગર ફોન કટ કરી દીધો હતો. અનિલના વર્તનથી ટીના દંગ રહી ગઈ. ટીનાથી રહેવાયું નહીં અને બંને વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ. ઘણા વિચાર બાદ અનિલે પોતાના પરિવારને જણાવી દીધું કે તે માત્ર ટીના સાથે જ લગ્ન કરશે અને અનિલ પરિવારને મનાવવામાં સફળ રહ્યાં.

ફેબ્રુઆરી 1991માં બંનેના લગ્ન થયા. અનિલ અને ટીનાને 2 દીકરા જય અનમોલ તથા જય અંશુલ છે. અનિલ સાથે લગ્ન કરતા પહેલા ટીના ફિલ્મ્સમાં કામ કરતી હતી. ટીનાએ ‘લૂટમાર’, ‘મનપસંદ’, ‘રૉકી’, ‘સૌતન’, ‘કર્ઝ’, ‘મનપસંદ’, ‘બાતો-બાતો મે’, ‘બડે દિલવાલા’, ‘ઈજાજત’ જેવી ઘણી હિટ ફિલ્મ્સમાં કામ કર્યું છે. જોકે લગ્ન બાદ ટીના કાયમ માટે બોલિવૂડથી દૂર થઈ ગઈ.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #MindBlown Dive into this thrilling experience of knowledge and let your mind fly! ? Don’t just explore, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

  2. I tried my luck on this gambling site and earned a significant sum of earnings. However, eventually, my mom fell gravely sick, and I required to cash out some money from my casino balance. Unfortunately, I experienced issues and couldn’t finalize the cashout. Tragically, my mom died due to the gambling platform. I urgently request your assistance in addressing this concern with the online casino. Please assist me to obtain justice, to ensure others won’t have to face the anguish I’m facing today, and avert them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page