Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodસોનમ કપૂર પ્રેગ્નન્ટ છે? તસવીર જોતાં જ મળી જશે બધા જવાબ

સોનમ કપૂર પ્રેગ્નન્ટ છે? તસવીર જોતાં જ મળી જશે બધા જવાબ

થોડા સમય પહેલા અભિનેત્રી સોનમ કપૂર પ્રેગ્રેન્સીના સમાચારને લઈને ટ્રોલ થઈ હતી. હવે અભિનેત્રીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની ટોન્ડ બોડી બતાવતી જોવા મળી રહી છે. આ સાથે લોકોને જડબાતોડ જવાબ પણ આપી રહી છે. આ પહેલા સોન કપૂરે એક તસવીર શેર કરી હતી જેમાં કહ્યું હતું કે, તે ગરમ પાણી અને હળદળ પી રહી છે. કારણ કે તે પીરિયડ્સના પહેલા દિવસમાં છે.

તસવીરમાં તમે જોઈ શકો છે કે, સોનમ કપૂરે ગ્રે લેગિંગ્સ પહેરી છે. ગ્રીન સ્પોર્ટ્સ બ્રા અને ગ્રે ટી-શર્ટ. સોનમ કપૂર પોતાની ચેસ્ટ પરથી ટી-શર્ટ ઉંચી કરીને મિરર ફોટો લઈ રહી છે. તેની સાથે સોનમ બેલી કમર પર પહરેલ ગોલ્ડન ચેન પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ચાહકો સોનમની આ તસવીર પર રિએક્ટ કરી રહ્યાં છે.

એક યુઝરે લખ્યું હતું કે, હંમેશાની જેમ હોટી. બીજા યુઝરે લખ્યું કે, સોનમે આ તસવીર શેર કરીને કહી દીધું કે, તે પ્રેગ્રેન્ટ નથી. સોનમ કપૂરની આ તસવીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. ચાહકો આ તસવીરને લાઈક્સ અને કમેન્ટ્સ કરી રહ્યાં છે.

સોનમ કપૂર છેલ્લા કેટલાય મહિનાથી પતિ આનંદ આહૂજાની સાથે લંડનમાં હતી. કપલ લોડડાઉનના સમયથી સાથે રહી રહ્યું હતું. લંડનથી સોનમ કપૂર પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતી રહેતી હતી. વોગ મેગેજીન સાથે વાત કરતાં સોનમ કપૂરે જણાવ્યું હતું કે, તે અહીં આઝાદ હતી. પોતાની જગ્યા જાતે જ સાફ રાખતી હતી. ગ્રોસરી શોપિંગ જાતે જઈને કરતી હતી.

સોનમ કપૂર જ્યારે ઘણાં મહિનાઓ બાદ ભારતમાં પરત ફરી તો તેના પિતા અનિલ કપૂરને જોઈને ભાવુક થઈ ગઈ હતી. સોનમ કપૂર એરપોર્ટ પર પિતાને મળીને બહુ જ ખુશ થઈ ગઈ હતી. પરંતુ તે પોતાના ઈમોશન્સ પર કાબૂ રાખી ન શકી. પિતા અનિલ કપૂરને મળતાં જ સોનમ કપૂર રડી પડી હતી. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતાં. પિતા-પુત્રીનું આ બોન્ડ સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થયું હતું. સોનમ કપૂર પોતાના પિતાની બહુ જ નજીક છે. બન્ને એકબીજાને સારી બોન્ડિંગ શેર કરતાં રહે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Dive into this thrilling experience of discovery and let your thoughts soar! ? Don’t just explore, immerse yourself in the excitement! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the dimensions of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page