Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightતબીબી પ્રેક્ટિસની સાથે ખેતી પણ કરે છે આ ડૉક્ટર, ફાર્મમાં 1 હજાર...

તબીબી પ્રેક્ટિસની સાથે ખેતી પણ કરે છે આ ડૉક્ટર, ફાર્મમાં 1 હજાર મોર અને 50 જાતના પક્ષી

રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગ વગર કુદરતી સંશાધનો દ્વારા કરવામાં આવતી ખેતી એટલે ઓર્ગેનિક ખેતી. આમ તો ખેતી ખેડૂતો કરતાં હોય છે. પણ અમદાવાદના એક તબીબે સજીવ ખેતી કરીને યુવાનોને ઉદાહરણ પુરું પાડ્યું છે કે, ખેતી પણ રોજગારીનો સારો વિકલ્પ બની શકે છે. વાત છે અમદાવાદના કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર દિનેશ પટેલની. જેમનું સરદાર પટેલ ફાર્મ અમદાવાદથી લગભગ 40 કિમી દૂર આવેલું છે અને તે પથરાયેલું છે 125 એકરમાં. તેની આસપાસ સાત કિલોમીટર લાંબી, સુંદર બોગનવેલ બાઉન્ડ્રી ફાર્મને સુરક્ષા પુરી પાડે છે.

કાર્ડિયોલોજિસ્ટ ડૉ.દિનેશ પટેલનું આ ફાર્મ સજીવ ખેતીની વિવિધતા અને કુદરતી સૌન્દર્યનું એક સારુ ઉદાહરણ કરી શકાય. કારણ કે, આ ફાર્મમાં આશરે એક હજાર મોર અને અન્ય પક્ષીઓની 50 થી વધુ જાતિઓ કરે છે વસવાટ. ડૉ.દિનેશ જણાવ્યું કે, બધા પક્ષીઓ અને અનેક કરોડો જીવજંતુઓ મારા ખેતરમાં રહેવાની સાથે ખેતીમાં પણ ફાળો આપે છે. દરેક પ્રાણી અને પક્ષી પોતાનું કામ કરે છે અને શુદ્ધ ખોરાક લે છે.

જો કે તેમની હાજરી ઓર્ગેનિક રીતે ખેતી કરવામાં ફાયદાકારક છે. આમ તો ડૉ.દિનેશ પટેલ તબીબી પ્રેક્ટિસ કરે છે. પણ છેલ્લા 30 વર્ષથી તેઓ ખેતી પણ કરી રહ્યા છે. આ ખેતીમાં પોતાની આવડતથી 100 થી વધુ બાયો-પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે. તે આ બાયો-પ્રોડક્ટ્સને પોતના ઓર્ગેનિક બ્રાન્ડ નામ, ECOVITALS (ઇકોવિટલ્સ) હેઠળ બજારમાં મુકે છે. ડૉ.દિનેશે જણાવ્યું હતું કે કેટલાય ટન ઘઉં, ચોખા, કઠોળ અને શાકભાજી બજારમાં લઈ ગયા વગર તે પોતે ખેતરમાંથી જાતે નક્કી કરેલા નિશ્ચિત ભાવે વેચે છે.

દિનેશના પિતા ડૉક્ટર જી.એ. પટેલ કેન્યાના એક ગામમાં તબીબ હતા. તેમને ખેતીમાં ખૂબ જ રસ હતો, એટલે તેમના પિતા ઘરની આસપાસ ઘણા પાક ઉગાડતા રહેતા હતા. ડૉ.દિનેશ થોડા મોટા થયા ત્યારે તેમનો આખો પરિવાર અમદાવાદમાં વસી ગયો. તેમના પિતાજીને ખેતીનો એટલો શોખ હતો કે તેમણે જમીન ખરીદી અને ખેતીની શરૂઆત કરી. આ માટે તેમણે ડૉકટરનું પ્રોફેશન પણ છોડી દીધું.

ડૉ.દિનેશનું માનીએ તો અગાઉ તેમના પિતાએ વ્યવસાયિક ખેતી શરૂ કરી હતી, જેમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. પણ લગભગ 30 વર્ષ પહેલાં, એક દિવસ તેમણે ખેતીની ધરમૂળથી ફેરફાર કરવાનું નક્કી કર્યું. તેમણે ખેતરમાં રહેલા બધા જ રાસાયણિક ખાતરોને ખેતરની બહાર મુકી દીધા અને નજીકના ગામના ખેડુતોને ખાતર લેવાની છૂટ આપી. શરૂઆતમાં દરેક લોકોને આશ્ચર્ય થયું અને લાગ્યું કે તેમણે ખેતી છોડવાનું નક્કી કરી લીધું છે. પરંતુ પાછળથી બધાને ખબર પડી કે આ તો ખેતીની નવી રીત છે.

ડૉકટરનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, ડૉક્ટર દિનેશે ઘરની પાસે રહીને જ પ્રેક્ટિસ શરુ કરવાનું નક્કી કર્યું. તેઓ કહે છે, “મેં જોયું છે કે દરેક ખાદ્ય પદાર્થો રસાયણોથી બનાવવામાં આવે છે, તેથી લોકોને દવાઓ આપવા કરતાં આરોગ્યપ્રદ ખોરાક આપવાનું વધુ યોગ્ય છે. ડૉ. પટેલે કહ્યું કે હું મારા ખેતરમાં કોઈપણ પ્રકારની જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતો નથી, તેથી પક્ષીઓને અહીં સરળતાથી પોતાનો ખોરાક મળી રહે છે. સાથે જ પાકને નુકસાન પહોંચાડતા જીવજંતુઓ દવાઓ વિના મરી જાય છે. મધમાખી ખેતીમાંમાં મદદ કરે છે, જેથી ખેતીમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે. જ્યારે તમે કુદરતી રીતે ખેતી કરો છો, તો પછી પ્રકૃતિમાં રહેલા બધા જ તત્વોનું યોગદાન જરૂરી છે. એક સમયે, જે જમીન પર પ્રાણીઓ, પક્ષીઓ, જંતુઓ સહેજ પણ નહોંતા, તો આજે આ ખેતર એક હજારથી વધુ મોર અને ઘણા બધા જીવજંતુઓનું ઘર બની ગયું છે.

“અળસિયા પોતે જ ખેતરોમાં ખાતર બનાવે છે. જ્યાર બીજા જીવો અને અળસિયા જમીનમાં છિદ્રો બનાવે છે, જેનાથી વરસાદી પાણી સીધુ જમીનમાં જાય છે. આ તમામ જીવાતો આપણા ખેતરોમાં જમીનની અંદર ભેજ જાળવવામાં મદદ કરે છે.” આ ખેડૂતનો દાવો છે કે, અમે છેલ્લા વીસ વર્ષથી બજારમાંથી કોઈ પાકનાં બીજ ખરીદ્યા નથી. જો તમે વાર્ષિક બીજની કિંમત એક લાખ રૂપિયા ગણો, તો મેં વીસ વર્ષમાં વીસ લાખ રૂપિયા બચાવ્યા છે. ડૉ. દિનેશના ખેતરમાં ચોખા, ચોખાના ટુકડા અને ચોખામાંથી બનાવેલા પૌંઆ અને મમરા પણ બનાવવામાં આવે છે અને વેચવામાં આવે છે. આ સિવાય તે પોતાના ફાર્મમાં નર્સરી પણ ચલાવે છે.

તેમણે જણાવ્યું, “હું મારા ખેતરમાંથી જ કેટલાય ટન અનાજ વેચું છું, જેના માટે મેં કોઈ માર્કેટિંગ પણ કર્યું નથી. લગભગ 20 વર્ષથી હું ખેતરમાં જ પાક વધારું છું અને આજે મારી પાસે 100થી વધુ પાક ઉત્પાદનો છે. 67 વર્ષના ડોક્ટર દિનેશ સવારના 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી, પોતાના ખેતરમાં કામ કરે છે. તે સવારે 10 વાગ્યે પોતના ક્લિનિકમાં જતા હતા. પણ કોરોના પછી, તેમણે ક્લિનિક જવાનું બંધ કરી દીધું છે. ખેતી પ્રત્યેની તેમની લાગણીને કારણે તેઓ પ્રગતિશીલ ખેડૂત બન્યા છે.

ગુજરાત સરકાર દ્વારા તેમના ખેતરને મોડેલ ફાર્મ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય તેમને સરદાર પટેલ કૃષિ એવોર્ડ સહિતના અનેક એવોર્ડ મળ્યા છે. અત્યાર સુધી હજારો ખેડૂત તેમની પાસે ખેતી શીખવા માટે તેમના ખેતરમાં આવ્યા છે. આ સાથે જ IIM,CEPT જેવી કોલેજના વિદ્યાર્થીઓ તેમના ફાર્મ પર પ્રવાસ કરવા આવતા રહે છે. તે બધાને, ડો.દિનેશ ખૂબ જ ઉત્સાહથી પોતાનું ફાર્મ બતાવે છે અને ખેતી વિશે માહિતી આપે છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities Embark into this cosmic journey of discovery and let your thoughts fly! ? Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

  2. I engaged on this casino platform and succeeded a considerable amount, but eventually, my mom fell ill, and I needed to take out some money from my account. Unfortunately, I encountered problems and was unable to complete the withdrawal. Tragically, my mom died due to this casino site. I implore for your help in reporting this online casino. Please support me in seeking justice, so that others do not face the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page