Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodકોમેડિયન અભિનેતા કપિલ શર્મા અને પત્ની ગિન્ની બન્યા માતા-પિતા, પુત્રીનો આપ્યો જન્મ

કોમેડિયન અભિનેતા કપિલ શર્મા અને પત્ની ગિન્ની બન્યા માતા-પિતા, પુત્રીનો આપ્યો જન્મ

મુંબઈ: પહેલી એનિવર્સરી આવે તે પહેલાં જ ટીવી હોસ્ટ અને કોમેડિયન અભિનેતા કપિલ શર્માનાં ઘરે નાનકડાં મહેમાનની એન્ટ્રી થઈ છે. પુત્રીનો જન્મ થતાં કપિલ શર્મા અને ગિન્ની માતા-પિતા બન્યા છે. આ ખુશીના સમાચાર કપિલે ટ્વિટ કરીને આપ્યાં હતાં.

ટ્વિટ કરીને કપિલ શર્માએ પિતા બન્યાની જાણકારી આપી હતી. કપિલે ટ્વિટ કરીને લખ્યું કે, પુત્રીનો જન્મ થતાં બહુ જ ખુશ છું. તમારા સૌના આશીર્વાદ જોઈએ છે. સૌને પ્રેમ. કપિલના આ ટ્વિટ બાદ તેના પર ચાહકોએ અભિનંદન પાઠવવાનું શરૂ કરી દીધું હતું. થોડા મહિના પહેલા કપિલે ગિન્નીના પ્રેગ્નેન્સીના સમાચાર કન્ફર્મ કરતાં કહ્યું હતું, હું અને ગિન્ની અમારા પહેલા બાળકને આવકારવા ખૂબ ઉત્સાહિત છીએ.

કપિલે વધુમાં કહ્યું હતું કે અમારા કરતાં વધારે ઉત્સુક મારી માતા છે કારણ કે તે વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહી હતી. જણાવી દઈએ કે, કપિલ શર્મા અને ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથે 12 ડિસેમ્બર 2018એ લગ્નગ્રંથીથી જોડાયા હતાં. આ બંન્નેના લગ્ન પણ ચર્ચામા રહ્યાં હતાં.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! ? Embark into this exciting adventure of discovery and let your thoughts soar! ✨ Don’t just read, experience the excitement! ? Your brain will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page