Thursday, April 18, 2024
Google search engine
HomeInternationalપાકિસ્તાનના જાણીતા અભિનેતાએ ગર્ભવતી પત્નીને વાળ ખેંચીને જમીન પર ઘસડીને લાત મારી

પાકિસ્તાનના જાણીતા અભિનેતાએ ગર્ભવતી પત્નીને વાળ ખેંચીને જમીન પર ઘસડીને લાત મારી

પાકિસ્તાનના જાણીતા અભિનેતા અને સિંગર-મોડેલ મોહસિન અબ્બાસ હૈદર પર તેમની પત્નીએ સંગીન આરોપ લગાવ્યો છે. મોહસિનની પત્ની ફાતિમા સોહેલે કહ્યું હતું કે, તે ઘરેલું હિંસા શિકાર થઈ છે તે પણ ત્યારે જ્યારે તે ગર્ભવતી છે.

સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં ફાતિમાએ લખ્યું હતું કે, 26 નવેમ્બર 2018ના રોજ મેં મારા પતિને અન્ય કોઈની સાથે રંગે હાથ ઝડપ્યો હતો પરંતુ તેને માફી માંગવાના બદલે મને ખરાબ રીતે મારવાની શરૂ કરી હતી ત્યારે હું ગર્ભવતી હતી.

અભિનેતાની પત્નીએ કહ્યું હતું કે, તેણે મારા વાળ ખેંચી મને જમીન પર ઘસડી અને લાત મારી હતી. તેણે મારા મોંઢા પર પણ મુક્કા માર્યાં હતાં અને ના છૂટકે દિવાલ પર પછાડીને ખરાબ રીતે મને મારી હતી. તમને આટલી બધી મારી છતાં પણ મેં ત્યારે એટલા માટે પોલીસ ફરિયાદ ન કરી કેમ કે મને લાગ્યું કે આ સમય યોગ્ય નથી. શું ખબર મારું આમ કરવાથી મારા આવનારા સંતાન ભવિષ્ય પર ખતરો થાય.

ફાતિમાએ કહ્યું હતું કે, મે 19ના રોજ મારે પુત્રનો જન્મ થયો હતો. ત્યારે તે પોતાની ગર્લફ્રેન્ડ નજીશ જાહાંગીર સાથે ફરતો હતો અને ખાલી ફોટો ખેંચાવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે જ તે મારી પાસે આવ્યો હતો.

ફાતિમાએ કહ્યું હતું કે, 17 જુલાઈએ જ્યારે તે પતિના ઘરે બાળકને લઈને ગઈ તો તેના પતિએ તેને મારી હતી. આ તમામ પછી હું આ પોસ્ટ કરી રહી છું. હવે હું મોહસિનને સીધો કોર્ટમાં મળીશ.

જોકે સામે પક્ષે મોહસિને આ મામલે કંઈ પણ કહેવાનું ટાળ્યું છે અને કહ્યું છે કે, તે એક પ્રેસવાર્તા કરી આ તમામ સવાલ અને આરોપોનો જવાબ આપશે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #MindBlown Embark into this cosmic journey of knowledge and let your imagination soar! ✨ Don’t just enjoy, savor the thrill! ? Your brain will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page